ભારત સરકારે નક્કી કરેલા વિશેષ અભ્યાસક્રમો નિયત સમયમાં પૂર્ણ કરવા પડશે
ગુજરાત સરકારના વહીવટી માળખામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સામાન્ય રીતે નીચલા સ્તરના કર્મચારીઓ માટે તાલીમ અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા IAS અધિકારીઓ માટે પણ તાલીમ લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.
ડિજિટલ ઈન્ડિયાના અભિગમને વેગ આપવા માટે ઓનલાઈન પોર્ટલ પર આઈએએસ અધિકારીઓએ તાલિમ લેવી પડશે. અધિકારીઓએ ક્યાંય રૂૂબરૂૂ જવાને બદલે નિયત કરવામાં આવેલા પોર્ટલ પર લોગ-ઈન કરીને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે. સામાન્ય વહિવટ વિભાગે અધિકારીઓની સર્વિસમાં સમય અનુસાર તાલિમની વિગતો જાહેર કરી છે. આ તાલીમ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા વિશેષ અભ્યાસક્રમો અધિકારીઓએ નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે. સાથે જ અધિકારીઓએ પોતાની પ્રોફાઈલ પણ અદ્યતન કરવાની રહેશે.
IAS અધિકારીઓએ IGOT કર્મયોગી પોર્ટલ પર નિયત કરેલ તાલીમ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે અને પ્રતિ વર્ષ પૂર્ણ કરવામાં આવેલ આ પોર્ટલ પરના અભ્યાસક્રમોની વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં નોંધ લેવામાં આવનાર છે.
