ફૂડ લાયસન્સની સાથે ટ્રેનિંગ ફરજિયાત, તાલીમ સર્ટી. નહીં હોય તો પેઢી સીલ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને પ્રારંભિક નોટિસ આપવાનું શરૂ: સરકાર દ્વારા નક્કી કરાતી અલગ અલગ જગ્યાએ ચાર કલાકની થશે ટ્રેનિંગ માટેની વ્યવસ્થા…

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને પ્રારંભિક નોટિસ આપવાનું શરૂ: સરકાર દ્વારા નક્કી કરાતી અલગ અલગ જગ્યાએ ચાર કલાકની થશે ટ્રેનિંગ માટેની વ્યવસ્થા

ખાણીપીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવાથી માંડી ખાદ્યજન્ય રોગચાળાને નાથવા માટે કેન્દ્ર સરકારના નિયમો વધુ કડક બન્યા છે. અત્યાર સુધી માત્ર ફૂડ લાયસન્સ લેવુ જ ફરજિયાત હતુ. પરંતુ હવે નવા નિયમ મુજબ ફૂડ લાયસન્સધારકે સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબની ટ્રેનિંગ પણ ફરજિયાત બનાવવામા આવી છે. ટ્રેનિંગ બાદ માન્ય અધિકારી દ્વારા ટ્રેનિંગનું અલગથી સર્ટિફિકેટ આપવામા આવશે. આ પ્રકારની ટ્રેનિંગનું સર્ટીફિકેટ જેમની પાસે નહીં હોય તેની પેઢીને સીલ કરવા સુધીના પગલાં લેવાની જોગવાઇ છે. રાજકોટમાં કેન્દ્ર સરકાર માન્ય ભારતીય પ્રદ્યોગિકી અને ઉદ્યમી સંસ્થાને આ કામગીરી સોંપવામા આવી છે. રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં આ કામગીરી કરવાની જવાબદારી સોંપવામા આવી છે. ટ્રેનિંગ લેવાની જાણ કરવા માટે તમામ ફૂડ લાયસન્સ ધારકને રૂૂબરૂૂ જઇને પ્રારંભિક નોટિસ આપવાનું પણ શરૂૂ કરી દેવામા આવ્યુ છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એફ.એસ.એસ.આઇ.)ના ભારત સરકારના કાયદા અધિનિયમ મુજબ ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને વેંચાણ કરવા સહિતના ધંધા સાથે સંકળાયેલા તમામ વેપારીઓએ ફૂડ સેફ્ટી ટ્રેનિંગ લેવી ફરજિયાત કરવામા આવી છે. આ સર્ટિફિકેટ મેળવવા માટે ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા ફડ લાયસન્સધરાવતા વેપારીઓએ હવેથી નવા પરિપત્ર મુજબ ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવા માટે અલગ અલગ જગ્યાએ વર્કશોપ રાખવામા આવશે. જેમા સરકાર દ્વારા નિર્ધારિત બેઝિક ફી ભરીને ટ્રેનિંગ લેવાની રહેશે.

ટ્રેનિંગનો સમયગાળો ચાર કલાકનો રહેશે. તાલીમ કાર્યક્રમ અને ટ્રેનિંગ બાદ આપવામા આવતુ સર્ટિફિકેટ એ સંપુર્ણપણ સરકારની દેખરેખ અને સુચના અનુસાર આપવામા આવશે. આ સંપુર્ણ પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પ્રદ્યોગિક અને ઉદ્યમી વિકાસ સંસ્થાને જવાબદારી સોંપવામા આવી છે.

સરકરના આ નવા કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઇ છે કે, એકવખત ટ્રેનિંગનો સંપુર્ણ કાર્યક્રમ પુર્ણ થયા બાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત સહિત સ્થાનિક પ્રશાસન દ્વારા ચેકીંગ દરમિયાન ટ્રેનિંગ સર્ટિફિકેટ વેપારી પાસે છે કે નહીં તે માટે ચેકીંગ ડ્રાઇવ શરૂૂ કરવામા આવશે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા વેપારી પાસેથી ટ્રેનિંગ સર્ટફિકેટ માગવામા આવશે અને જો તાલીમ સર્ટિ. નહીં હોય તો પેઢીના સંચાલક સામે કડક પગલાં લેવામા આવશે. જેમા પેઢીને સીલ કરી દેવા સુધીની આકરી જોગવાઇ છે. વધુ વિગત માટે ભારતીય પ્રદ્યોગિક અને ઉદ્યમી વિકાસ સંસ્થાના જિલ્લા કો-ઓર્ડિનેટર લલિતકુમાર જે. મકવાણાનો ફોન નં.80000 10227 ઉપર સંર્પક કરી શકાશે.

શહેરના તમામ વિસ્તારોમાં રૂૂબરૂૂ જઇને વેપારીને નોટિસની બજવણી કરાશે

ભારતીય પ્રદ્યોગિક અને ઉદ્યમી વિકાસ સંસ્થાની અલગ અલગ ટીમ બનાવવામા આવી છે. જેમને વિસ્તારવાઇઝ જવાબદારી સોંપવામા આવી છે. ટીમ દ્વારા વેપારીને ત્યા રૂૂબરૂૂ જઇને ટ્રેનિંગ માટે સમજણ અને તાલીમના સ્થળ સહિતના કાર્યક્રમની માહિતી આપવામા આવશે. આ પ્રકારની પ્રારંભિક નોટિસમાં તાલીમ મેળવવા માટેના આખરી સમયનુ અલ્ટીમેટમ પણ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *