શુક્ર,શનિ,રવિ મુંબઇ-ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાશે

માહિમ અને બ્રાંદ્રા વચ્ચે પુલના નિર્માણના કારણે ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યૂલ કરવામાં આવી માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે…

માહિમ અને બ્રાંદ્રા વચ્ચે પુલના નિર્માણના કારણે ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યૂલ કરવામાં આવી

માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ નંબર 20 પર કામને લઈને રેલવે વ્યવહાર પ્રભાવિત થશે. એબટમેન્ટના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થવાની છે. કામને ધ્યાનમાં રાખીને 24/25/26 જાન્યુઆરીની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રેલવે વિભાગે મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી છે. મુંબઇ-હાપા ટ્રેન રદ કરાઈ જ્યારે અમદાવાદ દાદર અને પોરબંદર દાદર શોર્ટ ટર્મિનેટ કરાઈ કરા છે.

રદ થનારી ટ્રેનોમા 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ અને 26 જાન્યુઆરીની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનોમા 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે જયારે 24 જાન્યુઆરીની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનોમા 26 જાન્યુઆરી ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે તથા 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશિડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનોમા 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 06:15 વાગ્યે ઉપડશે, 26 જાન્યુઆરી ની ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 08:15 વાગ્યે ઉપડશે, 25 જાન્યુઆરી ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:40 વાગ્યે ઉપડશે, 26 જાન્યુઆરીની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 08:15 વાગ્યે ઉપડશે , 25 જાન્યુઆરી ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *