મનપાની બે આવાસ યોજનામાં ભાડેથી આપેલા 9 આવાસો સીલ

મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ…

મનપાની આવાસ યોજના વિભાગ દ્વારા ભાડેથી આપવામાં આવેલા આવાસો વિરુદ્ધ કડક ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ શ્રીરામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અને પરશુરામ મંદિર પાસે આવેલ જીજાબાઈ ટાઉનશીપમાં ચકાસણી કરતા મુળ અરજદારના બદલે અન્ય લોકો ભાડેથી રહેતા હોવાનું માલુમ પડતા બન્ને આવાસ યોજનામાં ત્રણ-છ સહિત કુલ 9 આવાસ સીલ કરી લાભાર્થીને નોટીસ ફટકારવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી રામ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અને શ્રી જીજાબાઇ ટાઉનશીપ, પરશુરામ મંદીર પાસે આવેલ આવાસ યોજનામાં અત્રેથી ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.20/01/2025 અને તા.21/01/2025 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *