ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું કરુણ મૃત્યુ

કુવાડિયા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય બાળાનું મોત : મીઠાપુરમાં યુવાનને હૃદયરોગનો હુમલો ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર…

કુવાડિયા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય બાળાનું મોત : મીઠાપુરમાં યુવાનને હૃદયરોગનો હુમલો

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 33 એફ. 0284 નંબરની સ્વિફ્ટ મોટરકારના ચાલક પ્રથમગીરી પરેશગીરી ગોસ્વામી (રહે. રેલવે કોલોની પાછળ, બોટાદ)એ સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં મોટરકારમાં જઈ વહેલા રવિભાઈ ઉમેશભાઈ પટેલ નામના યુવાનને જીવલેણ ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રવિના મિત્રો સુજલ અલ્પેશભાઈ હરસોડા, જયરાજ રમેશભાઈ કટારીયા અને તેજસ સતિષભાઈ બારોટને પણ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.આ સમગ્ર બનાવ અંગે મૃતક યુવાનના પિતા ઉમેશભાઈ પ્રહલાદભાઈ પટેલની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારચાલક પ્રથમગીરી પરેશગીરી ગોસ્વામી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વાહનની અડફેટે બાળાનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની સર્જનભાઈ શંકરભાઈ નાયકા નામના 32 વર્ષના શ્રમિક યુવાનની પુત્રીને ગઈકાલે મંગળવારે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર કુવાડીયા ગામના પાટીયા નજીક એક મંદિર પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા આ બાળાનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા સર્જનભાઈ નાયકાની ફરિયાદ પરથી ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હૃદયરોગ
મીઠાપુર નજીકના પાડલી ગામે આવેલી એલ. એન્ડ ટી. કોલોની ખાતે રહેતા મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યના મર્સીદાબાદ જિલ્લાના વતની હનીફભાઈ મંગલભાઈ હાજરા નામના 49 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ તેમના રૂૂમમાં એકલા સુતા હતા, ત્યારે તેમનું કુદરતી રીતે હાર્ટ એટેક કે અન્ય કોઈ કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ સમીકુલ આયુકુલ આલમ (રહે. મુર્શિદાબાદ) એ મીઠાપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *