દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન

યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…

યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને અડીંગો જમાવીને બેસી બિન સપાટા મારતા જોવા મલે છે. અને જાહેર રસ્તા ઉપર હોન્ડા પાર્ક થતાં હોવાથી ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાય છે. જેનાં કારણે સાંજનાં સમયે દ્વારકાધીશનાં દર્શન કરવા જતા સ્થાનિક ભાવિકો તથા બહારથી પધારતા ભાવિકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જગતમંદિર સામેની ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી સ્થાનિક ટ્રાફિક પોલીસ કેમ કરી રહ્યું નથી ? જીલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફિક નિયમન માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામું દ્વારકા માટે જાણે શોભાનાંગાંઠીયા સમાન હોય તેવું હાલમાંસ્પષ્ટ જણાઈ આવેલ છે. દ્વારકા જગત મંદિર આસપાસ તેમજ શહેરમાં ટ્રાફીકની સમસ્યાનું ક્યારે અને કોનાં દ્વારા નિયંત્રણ કરવામાં આવશે તે તો દ્વારકાધીશ જ જાણે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *