રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂ

જૂનાગઢમાં આજે 11મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડેપો દ્વારા 10…

જૂનાગઢમાં આજે 11મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડેપો દ્વારા 10 તો વિભાગ દ્વારા 30 એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે. રાજકોટ વિભાગ દ્વારા 180 જેટલી ટ્રીપ દોડાવવામાં આવશે. જેમા મુસાફરો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવશે. જોકે તે ખાનગી બસના ભાડા કરતા ઓછું હશે અને સલામત સવારી હશે.

રાજકોટ એસટીના ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે 11મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ બસપોર્ટ પરથી 50 થી 60 દોડશે. આ ઉપરાંત જૂનાગઢથી રિટર્ન આવતા ભાવિકો માટે રાજકોટથી જામનગર, અમદાવાદ અને વડોદરા જવા માટે પણ વધારાની બસો મૂકવામાં આવનાર છે. પહેલા લગ્નગાળો અને હવે શિવરાત્રીના મેળાને લઈને બસ સ્ટેશનમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

જેથી રાજકોટ ડેપોની આવક પણ રૂૂપિયા દસ લાખથી વધીને રૂૂ.10 લાખથી વધીને રૂૂ.12 લાખે પહોંચી ગઈ છે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એચ. આર. કટારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને અનુલક્ષીને રાજકોટ એસટી વિભાગ દ્વારા 11 થી 15 ફેબ્રુઆરી સુધી 30 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડેપોની 10, ગોંડલથી 8, વાંકાનેરથી 3, મોરબી, સુરેન્દ્રનગર અને લીંબડીથી 2-2 ચોટીલાથી 1 વધારાની બસ મુકવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ મુકાશે. મુસાફરોની ભીડ વધતા રાજકોટ એસટી વિભાગની આવક રૂૂ.60 લાખથી વધીને રૂૂ.70 લાખને પાર પહોંચી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *