હળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા

સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું…

સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું સોનું-ચાંદી માર્કેટ રેટ કરતાં 40 ટકા સસ્તા ભાવે આપવાની જાળ ફેંકી હળવદના એક વેપારી પાસેથી રૂૂ. 5 લાખ રોકડા મેળવી નકલી સોનાનો હાર આપી છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ સામે રહેતા અને વેપાર કરતાં સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (ઉ.વ.25) એ આરોપી વિજય સોમાભાઈ ભાલિયા રહે.

રાણપુર બોટાદ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિજય તથા અન્ય બે અજાણ્યા આરોપીએ ગુનાહિત કાવતરૂૂ રચી પોતાને રેલ્વેના ખોદકામમાં ચાંદીના સિક્કા આશરે 3 કિલો વજનના તથા સોનાનો હાર આશરે 1 કિલો વજનનો મળેલ હોય અને ફરીયાદીને આ સોનાનો હાર તથા ચાંદીના સિક્કા માર્કેટ ભાવથી 40 ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી પ્રથમ રૂૂપીયા 03 લાખ ફરીયાદીની દુકાને તથા રૂૂપીયા 02 લાખ હાસલપુર ચોકડી પાસે સ્મશાનમાં એમ કુલ રૂૂપીયા 05 લાખ ફરીયાદી પાસેથી ઠગાઈથી મેળવી ખોટા સોનાનો હાર આપી દઈ ફરીયાદી પાસેથી રોકડ રકમ ઓળવી જઈ ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બસ અડફેટે મોત
મોરબીના કબ્રસ્તાન નજીક દીવાલ પાસે યુવાન લઘુશંકા કરવા ગયો હતો ત્યારે બસ રોડ પર પાર્ક કરેલી હોયને દીવાલ તથા બસ વચ્ચેની જગ્યામાં લઘુશંકા કરતા યુવાન પર બસનો પાછળનો ટાયરનો જોટો ફેરવી દેતા યુવાનનું ગંભીર મોત થયું હતું.

મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક વિનઆર્ટ પેકેજીંગ કારખાનામાં કામ કરતા ચંદન જગત બડુવાલ વાળાએ આઈસર બસ જીજે 03 બીઝેડ 5436 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ પણ તેની સાથે મોરબીમાં રહીને મજુરી કામ કરે છે ગત તા. 16 જુલાઈના રોજ કાકાનો દીકરો ગોપીન્દ્ર મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર એપાર્ટમેન્ટ સામે કબ્રસ્તાનની દીવાલ પાસે લઘુશંકા કરવા ગયો હતો. જ્યાં આઈસર કંપનીની બસ જીજે 03 બીઝેડ 5436 વાળી પાર્ક કરેલી હતી અને બસના ચાલકે બસની આજુબાજુ જોયા વગર બસ હંકારતા ગોપીન્દ્રને બસના પાછળના ટાયરના જોટા માથે ચડાવી દઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ચાલક નાસી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *