જસદણના મોઢુકામાં વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

જસદણ તાલુકાના વ્યાજખોરોએ નિશાન બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોટી રીતે વ્યાજની ગણતરી કરી, ધાકધમકી આપી અને બળજબરીથી નાણાં પડાવવાના આક્ષેપ સાથે પાંચ શખ્સો…

જસદણ તાલુકાના વ્યાજખોરોએ નિશાન બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોટી રીતે વ્યાજની ગણતરી કરી, ધાકધમકી આપી અને બળજબરીથી નાણાં પડાવવાના આક્ષેપ સાથે પાંચ શખ્સો વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોઢુકા ગામે રહેતા વેપારી યોગેશભાઈ રાજેશભાઈ વેગડ (ઉં.વ. 21) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી મહાવીરભાઈ નરેશભાઈ ચાવડા અને રોહિતભાઈ ચાવડા નામના શખ્સો તેમની દુકાને મોટરસાયકલ લઈને આવ્યા હતા. આરોપીઓએ જૂના હિસાબના બહાને ફરિયાદી પાસે લાખો રૂૂપિયાની માંગણી કરી હતી. મહાવીરભાઈએ 2 લાખ રૂૂપિયા અને રોહિતભાઈએ 50 હજાર રૂૂપિયા બાકી હોવાનું જણાવી દબાણ કર્યું હતું.જ્યારે યોગેશભાઈએ આટલા બધા રૂૂપિયા વ્યાજના ન હોય તેમ કહી વિરોધ કર્યો, ત્યારે બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂૂ કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ‘અમારું વ્યાજ આપી દે નહીંતર જાનથી મારી નાખીશું’ તેવી ગંભીર ધમકી આપી હતી.

આ દરમિયાન આરોપી મહાવીરભાઈએ ફરિયાદીના શર્ટના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક 4,000 રૂૂપિયા કઢાવી લીધા હતા અને પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.યોગેશભાઈએ ફરિયાદમાં અન્ય ત્રણ શખ્સોના નામ પણ આપ્યા હતા જેમાં આરોપી મગળુભાઈ કરપડાએ ફરિયાદીને 30 હજાર રૂૂપિયા 10 ટકાના વ્યાજે આપ્યા હતા, જેમાં 45 હજાર ચૂકવી દીધા હોવા છતાં વધુ 10 હજારની માંગણી કરવામાં આવતી હતી. તેવી જ રીતે આરોપી ઓગુભાઈએ 80 હજાર સામે 40 હજાર પરત મેળવ્યા હોવા છતાં 90 હજારના વ્યાજની માંગણી કરી હતી. પાંચમાં આરોપી નાગરાજભાઈ ભાલભાઈ ચાવડાએ 50 હજારના વ્યાજ પેટે 60 હજારની પઠાણી ઉઘરાણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે વિછીયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 351(3), 308(5), 54 અને મની લેન્ડ એક્ટની કલમ 5, 40, 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અવાર-નવાર ફરિયાદીને ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે કડક વલણ અપનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *