જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી રૂૂ.28 હજારની 99 ચાઇનીઝ દોરીની ફીરકીના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ઉતરાણ પૂર્વે જીલ્લામાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ લેન્ટટનના ઉત્પાદન વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાઇલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થથી કોટેટ કરેલ હોય અને નોનબાયો ડીગ્રેબલ હોય તેવા ચાઇનીઝ દોરાના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધીત હોય ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના વેચાણ કરતા વેપારી સામે કાર્યવાહી કરવા સુચન આપી હોય ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ એ.ડી.પરમાર અને તેમની ટીમે ખાનગીરાહે હકીકત આધારે જેતપુર જુનાગઢ રોડ રેલ્વે ફાટક પાસે ગણેશનગરમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સાથે જુનાગઢ રોડ ગણેશનગરમાં રહેતા વેપારી હરસુખભાઇ અરજણભાઇ રાઠોડની ધરપકડ કરી રૂૂ. 28,800ની પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની 99 નંગ ફીરકી કબજે કરી હતી.
જેતપુર સીટીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમાર તથા પીએસઆઈ જી.બી.જાડેજા તથા મનિષભાઇ વરૂૂ તથા હાર્દિકભાઇ ભીંભા તથા લાલજીભાઇ સરકડીયાએ કામગીરી કરી હતી.
