ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર બેસેલ બાળકી ફંગોળાઈ
ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને કચેડીને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક પર બેસેલ નાની બાળકી ટ્રેક્ટરના અથડાવાથી ફંગોળાઈ જતા ચમત્કારિક બચાવ થયો હતો.
ઉનાના રામેશ્વરના પાટીયે એક પથ્થર ભરેલું ટ્રેક્ટર તેના ડ્રાઈવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઈકને કચડી નાખી અને કેબિનમાં ઘૂસી ગયું જોકે ત્યાં બાઈક પર ઉપર એક બાળકી બેઠી હતી તે બાઈક પર થી ફંગોળાઈ જવાથી બચાવ થયો હતો જોકે સદનસીબે કોઈ જાતની ઈજા થઈ ન હતી.
અને કેબિન અને આજુબાજુમાં ઉભેલા માણસોના શ્વાસ અધર ચડી ગયા હતા ત્યાંના દુકાનદારોના કહેવા મુજબ કે અહીં તે પથ્થરના ટેક્ટર બે ફાર્મ રીતે ડ્રાઇવરો ચલાવે છે જોકે મોટા ભાગના ટ્રેક્ટર વાળા રોયલ્ટી લેતા ન હોય અને ખાણ ખનીજની બીકે બે ફામ ટ્રેક્ટર ચલાવે છે જોકે આ ટ્રેક્ટર અને પકડવા ખાણ ખનીજ વિભાગ લાલ આંખ કરે નહિતર આમાં લોકોના ભોગ લેવા છે તેઓ તેના સ્થાનિકોએ જણાવ્યું હતું જોકે સામતેર ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ પણ આ ટ્રેક્ટર વાળાને છાવરતું હોય તેવું પણ કહી શકાય કારણ કે આ ટ્રેક્ટર વાળા બે ફામ રીતે ચલાવે છે કોઈના ડર કે કાયદાના ડર વગરના બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રહ્યા હોય તો આમાં ખાણ ખનીજની મીલી ભગત હોય તો આ ખનીજ માફિયા બેફામ બની શકે આ રીતના બે ફામ ટ્રેક્ટર ચાલેકોને પકડી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી નહિતરના છૂટકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે.
