રામનાથ મંદિર પાસે કચરો અટકાવવા નદીમાં ટ્રેસ બેરિયર લગાવાયા

રાજકોટ મહાનગરપાલિકા અને CEE (સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુ.) દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સતત પ્રયાસોના ભાગરૂૂપે આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ…

રાજકોટ મહાનગરપાલિકા અને CEE (સેન્ટર ફોર એનવાયરમેન્ટ એજ્યુ.) દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાના સતત પ્રયાસોના ભાગરૂૂપે આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલાં ટ્રેશ બેરિયર(Trash Barrier) કરવામાં આવ્યું છે.

આ પર્યાવરણીય પ્રોજેક્ટને સાકાર કરવા માટે HDB Financial Services દ્વારા સીએસઆર અંતર્ગત આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ નવતર વ્યવસ્થાથી નદીમાં પાણી સાથે તણાઈ આવતો પ્લાસ્ટિક, ગાંડી વેલ તથા અન્ય તરતો કચરો બેરિયર પાસે જ અટકી જશે.

આ વ્યવસ્થાના કારણે રામનાથપરા મહાદેવ મંદિર નજીક કચરો પહોંચશે નહીં, જેના પરિણામે મંદિર પરિસર તેમજ નદીનો આ વિસ્તાર વધુ સ્વચ્છ અને સુંદર રહેશે. સાથે જ સમયાંતરે બેરિયર પાસે એકત્રિત થતા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે ઉપાડ કરી વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનો આ પ્રયાસ નદીની સ્વચ્છતા જાળવવા, જળ પ્રદૂષણ ઘટાડવા તેમજ ધાર્મિક સ્થળોના સ્વચ્છ અને પવિત્ર વાતાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી સમયમાં પણ શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા આવા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા શહેરજનોને પણ અપીલ કરે છે કે નદી, નાળા કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને સ્વચ્છ રાજકોટના નિર્માણમાં સક્રિય સહભાગી બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *