નવા આધારકાર્ડ માટે હવેથી ક્યુઆર કોડ સર્ટી. ફરજિયાત

1લી સપ્ટેમ્બરથી સરકાર દ્વારા નિયમ અમલમાં મૂકવા મનપાએ તૈયારી આરંભી આધારકાર્ડ અને જન્મના દાખલામાં નામ તેમજ તારીખમાં વિસંગતાઓ અનેક કિસ કિસ્સામાં જોવા મળી છે. જેના…

1લી સપ્ટેમ્બરથી સરકાર દ્વારા નિયમ અમલમાં મૂકવા મનપાએ તૈયારી આરંભી

આધારકાર્ડ અને જન્મના દાખલામાં નામ તેમજ તારીખમાં વિસંગતાઓ અનેક કિસ કિસ્સામાં જોવા મળી છે. જેના લીધે રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બર 2025ના રોજ પરિપત્ર જાહેર કરી આધારકાર્ડ માટે આપવામાં આવતા ડોક્યુમેન્ટ પૈકી બર્થ ડે સર્ટી ક્યુઆર કોડ વાળુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. અગાઉ નિકળેલા ક્યુઆર કોર્ડ વગરના જન્મના દાખલાઓના આધારે હવેથી નવુ આધારકાર્ડ નહીં નિકળશે નહીં આથી જૂના દાખલાઓ કયુઆર કોર્ડ વાળુ બર્થ ડે સર્ટી કઢાવી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા સારું મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ આધાર કેન્દ્ર તેમજ વિભાગીય કચેરી ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે, ઉક્ત સંદર્ભના ઈ-મેઈલ તેમજ રાજપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ સુચના અનુસાર આધાર કેન્દ્રો ખાતે નવા આધારની તેમજ સુધારા-વધારાની કામગીરી માટે જે પુરાવાઓ રજુ કરવામાં આવે તેની યથાર્થતાની ચકાસણી- ચ.છ.ઈઘઉઊ તેમજ અન્ય પદ્ધતિ મારફતે ઓન લાઈન કરવામાં આવે છે.

સબબ શહેરીજનોને આધારની કામગીરી માટે મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે તેમજ વિભાગીય કચેરી ખાતે અધ્યતન પુરાવા સાથે મુલાકાત લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *