રાષ્ટ્રીય
મહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસ
ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડમાં રોકાણકારો છે.
ધોનીએ આ બન્નેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ધોનીએ ગત 5 જાન્યુઆરીએ આ કેસ દાખલ કર્યો હતો. તેની સામે મિહિર અને સૌમ્યાએ પણ ધોનીની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ગઈકાલ 12 નવેમ્બરે થઈ હતી. આ કેસની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર દ્વિવેદીની કોર્ટમાં થઈ હતી. સુનાવણી પૂરી થયા બાદ, ધોનીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેને હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Sports
એક જ ઈનિંગમાં 10 વિકેટ ખેરવી અંશુલ કંબોજે ઈતિહાસ રચ્યો
હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25માં હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કેરળ સામેની મેચમાં બધી જ 10 વિકેટ લીધી હતી. લાહલીમાં રમાયેલી પાંચમા રાઉન્ડની મેચમાં કેરળની પહેલુઈ ઇનિંગમાં અંશુલ કંબોજે આ કારનામું કર્યું હતું. રણજી ટ્રોફીની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર તે માત્ર ત્રીજો બોલર છે. તેના પહેલા બંગાળના પ્રેમાંસુ ચેટર્જીએ સન 1957માં અને રાજસ્થાનના પ્રદીપ સુંદરમે સન 1985માં આવું કર્યું હતું. અંશુલે સૌથી પહેલા મેચના પાંચમા બોલ પર બાબા અપરાજિતને આઉટ કર્યો હતો. આ પછી શોન રોજરના રૂૂપમાં તેણે પોતાની 10મી વિકેટ લીધી હતી. તેના બોલિંગના આંકડા આ પ્રમાણે હતા, 30.1 ઓવર, નવ મેડન ઓવર, 49 રન અને 10 વિકેટ.
આઈપીએલ 2024માં અંશુલ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. અહીં તેને ત્રણ મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ આગામી મેગા ઓક્શન પહેલા તેને રીલીઝ કરવામાં આવ્યો હતો.
14 નવેમ્બરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવા અંગે તેણે કહ્યું હતું કે, પઆ સ્થિતિ દરરોજ નથી રહેતી. હું બાકીની બે વિકેટ લેવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો ટીમના અન્ય બોલરો પણ આ વિકેટો મેળવશે તો પણ મને એટલી જ ખુશી થશે.
આ ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન પહેલા અંશુલે ક્યારેય એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી ન હતી. પરંતુ બે મહિનામાં તે પહેલા 8 વિકેટ અને હવે 10 વિકેટ લઇ ચૂક્યો છે. તેણે દુલીપ ટ્રોફીમાં રમતા આઠ વિકેટ ઝડપી હતી. તેણે આ વિશે કહ્યું હતું કે, પહું આ સિઝનમાં સારી લયમાં છું. ગયા વર્ષે પણ હું રમ્યો હતો. પરંતુ મને બહુ વિકેટ મળી ન હતી. મેં ઠીકઠાક બોલિંગ કરી હતી. મને આશા છે કે આ વર્ષ વધુ સારું રહેશે.થ અંશુલ ટેનિસ બોલ ક્રિકેટ રમીને આગળ વધ્યો છે. તેથી જ તે હંમેશા ઝડપી બોલર બનવા માંગતો હતો. તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપ 2024માં પણ અંશુલ રમ્યો હતો. જેમાં તેને ત્રણ મેચમાં ચાર વિકેટ મેળવી હતી. માનવામાં આવે છે કે આગામી ઈંઙક 2025 માટેના મેગા ઓક્શનમાં તેને મોટી રકમ મળી શકે છે.
રાષ્ટ્રીય
CBSE બોર્ડના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો, પરીક્ષાની પધ્ધતિમાં કરાયો ફેરફાર
ધો.10-12ની પરીક્ષામાં 40 ગુણ ઇન્ટરનલ એસાઇનમેન્ટ અને 60 માર્ક ફાઇનલ પરીક્ષામાં અપાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સીબીએસઇએ ધોરણ 10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા અનુસાર, હવે 40 ટકા માર્ક્સ ઇન્ટરનલ એસાઇનમેન્ટ માટે આપવામાં આવશે, જ્યારે 60 ટકા માર્કસ ફાઇનલ પરીક્ષા માટે આપવામાં આવશે.
ઇન્દોરમાં પ્રિન્સિપલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીબીએસઇ પ્રાદેશિક અધિકારી વિકાસ કુમાર અગ્રવાલે અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન (ઈઇજઊ ગયૂ ઊડ્ઢફળ ઙફિિંંયક્ષિ)માં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સીબીએસઈનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના બોજમાંથી બચાવવા અને વિષયને ઊંડાણથી સમજવાની તક આપવાનો છે. બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં કરાયેલો ઘટાડો વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂૂપ છે.
તેમણે કહ્યું, નવર્ષ 2025માં યોજાનારી સીબીએસઇ પરીક્ષાઓની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 માં આંતરિક સોંપણીઓ માટે 40 ટકા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે બાકીના 60 ટકા માર્ક્સ અંતિમ પરીક્ષાના આધારે આપવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2025માં યોજાનારી બોર્ડની પરીક્ષા એક ટર્મમાં લેવાની યોજના છે, પરંતુ તે પછી આવતા વર્ષથી બે ટર્મમાં પરીક્ષા લેવાનું આયોજન છે. ફેરફારોને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે અને સાધનોને લગતી તૈયારીઓ ચાલી રહી છે.
સીબીએસઇ ટૂંક સમયમાં ધોરણ 10 અને વર્ગ 12 માટે પરીક્ષાની તારીખ શીટ જાહેર કરશે. જોકે બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, એવી અપેક્ષા છે કે ગયા વર્ષની પેટર્ન મુજબ ડિસેમ્બરમાં જ તારીખો જાહેર કરવામાં આવશે. સમયપત્રકની જાહેરાત પછી, તે સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાષ્ટ્રીય
ઝારખંડમાં રાહુલગાંધીનું હેલિકોપ્ટર રોકાતા કોંગ્રેસ થઈ લાલધૂમ, PMનો કાર્યક્રમ બન્યો કારણ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઝારખંડ પહોંચી ગયા છે. રાહુલ ગાંધીનો આજે મહાગામમાં કાર્યક્રમ હતો. ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ તેઓ બર્મો જવા રવાના થયા હતા. તે દરમિયાન મહાગામામાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમનું હેલિકોપ્ટર રોકી દેવામાં આવ્યું છે.
વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જમુઈમાં એક કાર્યક્રમ હતો. કાર્યક્રમ બાદ તેઓ દેવઘર થઈને જશે. આ કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ નથી મળી રહ્યું. જ્યારે મહાગમા બાદ રાહુલ ગાંધીનો પણ બર્મોમાં કાર્યક્રમ યોજાનાર છે. જો કે, જ્યાં સુધી રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર રોકાય છે ત્યાં સુધી લોકો તેમની સાથે તસવીરો ક્લિક કરી રહ્યાં છે.
ઝારખંડમાં રાહુલ ગાંધી જનસભા કરવા માટે સૌથી પહેલા ગોડ્ડા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનમેદનીને સંબોધન કર્યું, ત્યારબાદ તેઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બર્મોમાં જાહેર સભાને સંબોધવા માટે રવાના થઈ રહ્યા હતા, પરંતુ હવે તેમના હેલિકોપ્ટરને મંજૂરી આપવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી ઝારખંડની ચૂંટણીને પોતાના પક્ષમાં કરવા માટે તમામ તાકાત લગાવી રહી છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું
ગોડ્ડામાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે જાતિ ગણતરી અંગે લોકોને વચન પણ આપ્યું હતું કે કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મોદીજીથી ડરતા નથી. તેમણે કહ્યું, મોદીજી એ કરે છે જે અરબ પતિ કહે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ભાજપે ગરીબોના 16 લાખ કરોડ રૂપિયા છીનવી લીધા બાદ મોદીજીએ અમીરોને માફ કરી દીધા છે.
હેલિકોપ્ટરને લઈને વિવાદ સામે આવ્યો છે
ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષો સતત આરોપ લગાવી રહ્યા છે કે હેલિકોપ્ટર રોકવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાથી લઈને ઝારખંડના જેએમએમએ પણ હેલિકોપ્ટર રોકવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે જ્યારે શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેનું વિમાન હવાઈ મુસાફરી દરમિયાન ચેક કરવામાં આવ્યું ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. મંગળવારે સોલાપુરમાં ચૂંટણી અધિકારીઓએ દિવસમાં બીજી વખત તેમના હેલિકોપ્ટરની તપાસ કરી, જેના પર તેમણે નારાજગી વ્યક્ત કરી. તેના પર ઉદ્ધવે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદી સોલાપુર આવી ગયા છે, તો પછી તેમના હેલિકોપ્ટરની તલાશી કેમ ન લેવામાં આવી.
આ પછી, મંગળવારે જ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ અગાઉ પણ ચૂંટણી પંચ, ભાજપ અને કેન્દ્ર સરકાર પર પાર્ટીના ચૂંટણી અભિયાનમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીના કેન્દ્રીય મહાસચિવ અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ અગાઉ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જેએમએમ નેતાઓના હેલિકોપ્ટરને ટેકઓફ કરતા રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ભાજપ અને કેન્દ્રના ઈશારે થઈ રહ્યું છે.
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય1 day ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત23 hours ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ક્રાઇમ23 hours ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
-
ગુજરાત23 hours ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો