અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ

અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…

અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ ચાર અઠવાડિયામાં કમિશન સમક્ષ રજુ કરવા સૂચના આપી છે.

અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડનો તેમજ સહી અને સિકકાનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાના કથિત બનાવમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ફરીયાદમાં આરોપીઓની ધરપકડ કરી અને પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવી મોડી રાતે તેણીના નિવાસ સ્થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમાં બનાવના રિક્ધસ્ટ્રકશનના બહાને યુવતી સહીત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. નેશનલ હયુમન રાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂૂધ્ધ મહીલાના બંધારણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતિક્રમણ બાબતે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા રાજકોટના એડવોકેટ બ્રિજ શેઠે નેશનલ હયુમન રાઈટસ કમિશનમાં ફરીયાદ કરતા કમિશને આ ફરીયાદ સ્વીકારી રજિસ્ટર કરી હતી.

ફરીયાદમાં માનવીય અધિકારોના ભંગનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જેથી નેશનલ હયુમન રાઈટ કમીશન સ્યુ મોટો આપ ખુદ સતાની રૂૂએ આ મેટરનું કોગ્નીઝન્સ લ્યે છે. ડાયરેકટર જનરલ ઓફ પોલિસ ગુજરાતને બે અઠવાડીયામાં રીપોર્ટ મંગાવવા આદેશ કર્યો છે. વિશેષ આદેશ કરી જરૂૂરી માહિતીઓ સાથે રીપોર્ટ ચાર અઠવાડીયામાં કમિશન સમક્ષ રજુ કરવા સૂચના આપી છે.

ઉપરોકત હયુમન રાઈટસ સમક્ષની કાર્યવાહી પ્રજાના બંધારણીય અધિકારોમાં રક્ષણાર્થે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *