આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના પહેલા રાજકોટ શહેરના નાગેશ્ર્વર પાસે રહેતા યુવાને ઓનલાઇન સટ્ટામા મોટી રકમ હારી જતા આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમા જુગારની લતને કારણે હારી જતા આ પગલુ ભરી રહયો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ અધીકારીઓ દ્વારા લોકો ઓનલાઇન જુગારની લતમા ન પડે માટે જાગૃતતા ફેલાવવામા આવી હતી આમ છતા રાજકોટમા વધુ એક આપઘાતનો બનાવ પોલીસમા નોંધાયો છે.
રાજકોટ શહેરમા અમીનમાર્ગ પાસે એસ્ટ્રોનના નાલા પાસે ચિત્રકુટ ધામ 2 મા ભાડાના મકાનમા રહેતા યુવાને ગઇકાલે પોતાના રૂમમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને માલવીયાનગર પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડયો હતો.
વધુ વિગતો મુજબ ચિત્રકુટ ધામ ર મા રહેતા નિકુંજ જેરામભાઇ કથીરીયા (ઉ.વ. 36) નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ એચ. ટી. પરમાર અને 108નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 108ના ઇએમટી ચાંદનીબેને નીકુંજને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેમનો મૃતદેહ સિવીલ હોસ્પીટલે ખસેડયો હતો. આ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ તેમનો પરીવાર મુળ ખડવંથલી અને હાલ તેમનો પરીવાર જામકંડોરણા રહે છે તેમજ નીકુંજ રાજકોટમા રહી એમઆરની નોકરી કરતો હતો અને તેમના થોડા સમય અગાઉ છુટાછેડા થયા હતા. પોતે 3 ભાઇમા વચેટ હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ ગઇકાલે પોતે ફોન ઉપાડતો ન હોય જેથી તેમનો મિત્ર નીકુંજના રૂમે પહોંચ્યો ત્યારે તે લટકતી હાલતમા જોવા મળ્યો હતો. યુવાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટામા મોટી રકમ હારી જતા તેમણે આ પગલુ ભરી લીધાનુ જાણવા મળી રહયુ છે. આ ઘટના મામલે હાલ પોલીસે મોબાઇલ ફોન કબજે લઇ વધુ તપાસ શરૂ કરી છે.
