Connect with us

ગુજરાત

કોટન કોર્પોરેશન દ્વારા 1 ઓકટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે

Published

on

વર્ષ 2024-25 માટે રૂા.7521 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર


કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. ઓકટોબર મહિનાથી કપાસની નવી સિઝન શરૂૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓકટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂૂ કરશે. કપાસ પકવતા ખેડૂતો 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે, CCIએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાથી જ શરૂૂ કરી દીધી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર કોટ-એલી (cott-all) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCIની વેબસાઇટ પરથી વિગતો મેળવી શકે છે.


કોટન કોર્પોરેશનની વેબસાઈટ મુજબ વર્ષ 2024-25 માટ મધ્યમ તારના કપાસનો ભાવ 6820 થી વધારી 7121 રૂા. પ્રતિ ક્વિન્ટલ અને લાંબા તારના કપાસનો ભાવ 7020થી વધારી 7521 રૂા.પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

ક્રાઇમ

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, આરોપીઓ ભાગવા જતા પોલીસે કર્યું હતું ફાયરિંગ

Published

on

By

સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપીનું આજે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. દુષ્કર્મ કેસના બન્ને આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી શિવ શંકરનું મોત થયું છે.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું.. જ્યારે બાદ બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો.

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે.

Continue Reading

ગુજરાત

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

Published

on

By

શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકાના ત્રાસથી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં રહેતા અમિતભાઈ ગોરધનભાઈ ગોંડલીયા નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.


પ્રાથમિક પૂછપરછમાં અમિત ગોંડલીયા મૂળ ચોટીલાના હીરાસર ગામનો વતની હતો. અમિત ગોંડલીયા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અમિત ગોંડલીયાના અગાઉ છૂટાછેડા થઈ ગયા બાદ હેતલ નામની યુવતી સાથે આંખ મળી જતા બંને છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરારથી સાથે રહેતા હતા અને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકા હેતલના ત્રાસથી કંટાળી અમિત ગોંડલિયાએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જોગડા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

Published

on

By

ત્રણ મહિનાથી બીમારીમાં સપડાયેલી મહિલાએ દમ તોડતા બે પુત્રએ માતાની મમતા ગુમાવી


રાજકોટમાં મિશ્ર વાતાવરણ વચ્ચે રોગચાળાએ માજા મકી હોય તેમ તાવ, શરદી, ઉધરસ, ડેંગ્યુ, મેલેરિયા સહિતનો રોગચાળો વકર્યો છે. ત્યારે કમળાએ પણ માથુ ઉચકયું હોય તેમ થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરની પરિણીતાનું કમળાની બિમારીથી મોત નિપજતાં પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલા

રામનગરમાં રહેતી પાયલબેન જીગ્નેશભાઈ મકવાણા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બિમારી સબબ બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.


પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. મૃતક પરિણીતાને સંતાનમાં બે પુત્ર છે. પાયલબેન મકવાણા છેલ્લા ત્રણ માસથી કમળાની બિમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય7 hours ago

અલવિદા અનમોલ ‘રતન’… રાજકીય સન્માન સાથે થયાં રતન ટાટાના અંતિમ સંસ્કાર

આંતરરાષ્ટ્રીય7 hours ago

IDFએ લેબનોનમાં 500 હિઝબુલ્લાહ લક્ષ્યોને નષ્ટ કર્યા , 150 લડવૈયાઓને મારી નાખ્યા

ક્રાઇમ7 hours ago

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, આરોપીઓ ભાગવા જતા પોલીસે કર્યું હતું ફાયરિંગ

ગુજરાત7 hours ago

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

ગુજરાત7 hours ago

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

ક્રાઇમ7 hours ago

CGSTના સુપરિન્ટેન્ડેન્ટ અને ઈન્સ્પેક્ટર રૂા.1.25 લાખની લાંચ લેતા પકડાયા

રાષ્ટ્રીય7 hours ago

ચાર-ચાર વાર પ્રેમ થયો છતાં પણ આજીવન કુંવારા રહ્યા રતન ટાટા

રાષ્ટ્રીય7 hours ago

રતન ટાટા દરેક નિર્ણયમાં યુવાન શાંતનુ નાયડુની સલાહ લેતા હતા

રાષ્ટ્રીય8 hours ago

આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, એક પણ આતંકવાદી બચવો ન જોઈએ

ગુજરાત8 hours ago

આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રીય15 hours ago

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

રાષ્ટ્રીય1 day ago

પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO

ક્રાઇમ1 day ago

શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત1 day ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત1 day ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત1 day ago

હિરાસર એરપોર્ટ બનતા ગરીબોનો આશરો છીનવાયો

ગુજરાત1 day ago

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

આંતરરાષ્ટ્રીય1 day ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત1 day ago

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

Trending