હોકી ટીમના પાંચ, પેરા બેડમિન્ટનના ચાર સહિત 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે
ભારતના 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ મળશે. તેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ પણ મળશે. આ તમામ રમતવીરોને પુરસ્કારો તેમજ ઈનામી રકમ પણ આપવામાં આવશે. અર્જૂન એવોર્ડ માટે ભારતીય હોકી ટીમના 5 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યારે પેરા બેડમિન્ટનના ચાર ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે.
વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ, પેરા એથ્લેટ પ્રવીણ કુમાર અને શૂટર મનુ ભાકરને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે જ્યોતિ યારાજી, અન્નુ રાની અને નીતુને અર્જૂન એવોર્ડ મળશે. આ યાદીમાં પાંચ હોકી ખેલાડીઓ સામેલ છે. ચેઝની વંતિકા અગ્રવારને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેચમાં સ્પેનનો 2-1થી પરાજય થયો હતો. મનુ ભાકરે શૂટિંગમાં બે મેડલ જીત્યા હતા. મનુએ બે બ્રોન્ઝ જીત્યા હતા. સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. સ્પિનિલ કુસલે પણ શૂટિંગમાં મેડલ જીત્યો હતો. તમામ 32 ખેલાડીઓને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂૂપિયા આપવામાં આવશે. અગાઉ અર્જૂન એવોર્ડ માટે 5 લાખ રૂૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ તેને 2020માં લંબાવવામાં આવ્યો હતો.
અર્જૂન એવોર્ડની યાદીમાં એથ્લેટ જ્યોતિ યારાજી અને અન્નુ રાનીના નામ સામેલ છે. બોક્સર નીતુ અને સ્વીટીને પણ આ ખિતાબ મળશે. ભારતીય ચેસ ખેલાડી વંતિકા અગ્રવાલનું પણ સન્માન કરવામાં આવશે. હોકીમાંથી પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સલીમા ટેટે, અભિષેક, સંજય, જર્મનપ્રીત સિંહ અને સુખજીત સિંહને અર્જૂન એવોર્ડ આપવામાં આવશે. પેરા તીરંદાજ રાકેશ કુમાર અને પેરા એથ્લેટ પ્રીતિ પાલ, જીવનજી દીપ્તિ, અજીતસિંહ, સચિન ખિલારી, ધરમબીર અને પ્રણવ સુરમાને પણ આ ખિતાબ મળશે. આ યાદીમાં નવદીપ, સિમરન અને એચ હોકાટો સેમાના નામ પણ સામેલ છે.