યુગાન્ડાના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું અકસ્માતમાં મોત

રૂપારેલિયા પરિવાર સમગ્ર આફ્રિકાના અબજોપતિના લિસ્ટમાં સામેલ સમગ્ર આફ્રિકામાં અબજોપતિઓના લિસ્ટમાં આવતા અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂૂપારેલિયાના પુત્ર રાજીવ રૂૂપારેલિયાનું શનિવારે…

રૂપારેલિયા પરિવાર સમગ્ર આફ્રિકાના અબજોપતિના લિસ્ટમાં સામેલ

સમગ્ર આફ્રિકામાં અબજોપતિઓના લિસ્ટમાં આવતા અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂૂપારેલિયાના પુત્ર રાજીવ રૂૂપારેલિયાનું શનિવારે 3 મે, 2025 ના રોજ સવારે એક જીવલેણ કાર અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત વાકિસો જિલ્લાના બુસાબાલા ફ્લાયઓવર પાસે સર્જાયો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, રાજીવ ઉચ્ચ-પ્રદર્શનવાળી નિસાન ૠઝછ ચલાવી રહ્યા હતા ત્યારે તેમની કાર ફ્લાયઓવર નજીક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાયા બાદ પલટી ગઈ અને તરત જ આગ લાગી હતી. અકસ્માતમાં રાજીવ રૂૂપારેલિયા પોતાને બચાવી શક્યા ન હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દુર્ઘટનાના થોડા કલાકો પહેલા જ રાજીવ રૂૂપારેલિયા લંડનથી પરત ફર્યા હતા, અને મુન્યોન્યો જઈ રહ્યો હતો. જ્યાં તેઓ એક મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમના મૃત્યુથી રૂૂપારેલિયા પરિવારમાં આઘાત છવાયો છે.

35 વર્ષીય રાજીવ રૂૂપારેલિયા સમગ્ર રૂૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતા, જે એક વ્યાપાર સામ્રાજ્ય છે. તે આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાકીય ક્ષેત્રોમાં ફેલાયેલું છે. રાજીવે હાલના કાર્યોને આધુનિક બનાવ્યા અને યુગાન્ડામાં હજારો નોકરીઓનું સર્જન કર્યું. તેઓ ફક્ત તેમના વ્યવસાયિક કુશળતા માટે જ નહીં, પરંતુ ઉમદા સ્વભાવને કારણે પણ જાણીતા હતા. રાજીવ યુગાન્ડાના વિકાસ અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ આધુનિક ઉદ્યોગસાહસિક તરીકે ઉભા રહ્યા.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના 50 ધનવાનોની યાદીમાં જે ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે તેમાં સુધીર રૂૂપારેલિયાનું નામ આવે છે. શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓમાં સુધીર રૂૂપારેલિયા પ્રખ્યાત છે. ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂૂ કરેલા ધંધાને સુધીર રૂૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો. નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા. યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું. એક પછી એક સફળતાના સોપાન પાર કરતા ગયા અને આજે રૂૂપારેલીયા ગ્રુપ ઓફ કંપનીઝે આફ્રિકામાં કાઠું કાઢ્યું છે. સુધીર રૂૂપારેલીયા કરોડોની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *