ગુજરાત મિરર, રાજકોટ,તા.7
આસો વદ ચૌદશ ને રવિવારે તા 8.11.26 ના દિવસે દિવાળી છે સવારે 11.29 કલાક સુધી ચૌદસ થી છે ત્યાર પછી અમાસ તીથી શરૂૂઆત થાય છે આમ નિયમ પ્રમાણે દરેક પંચાગ પ્રમાણે રવિવારે સવારના 11.29 કલાકથી દિપાવલી છે. આ વર્ષે રવિવારે પ્રદોષ કાળ વ્યપીની અમાસ તીથી હોતા રવિવારે દિવાળી છે. જે સોમવારે સાંજના પ્રદેશકાળ માં અમાસ તીથી નથી અને દિવાળી નું મહત્વ સાંજના પ્રદેશ કાળનું અને રાત્રીનું છે આથી દરેક પંચાંગ પ્રમાણે નિયમ પ્રમાણે રવિવારે દિવાળી છે. સ્વાતિ નક્ષત્ર આયુષ્ય માન યોગ આખો દિવસ તથા રાત્રે હોવાથી દિવાળીના દિવસે ચોપડા પૂજન આખો દિવસ અને રાત્રીમાં કરવું શુભ ગણાશે આ વર્ષે દિવાળી પણ શુભ ગણાશે.
દીપાવલીનું મહત્વ: આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો. શ્રી રામચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દિવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યએ સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો. પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો. બંગાળમા આ દિવસે રાત્રે મહાકાળી માતાજીનું પૂજન થાય છે રક્ષાની મનોકામનાથી પૂજન કરવામાં આવે છે. આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે . પુરાણમાં મહત્વ આપણા પદ્મ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે.
પૂજન- ચોપડા પૂજનનું મહત્વ મહાલક્ષ્મીનાં આઠ સ્વરૂૂપ છે . દિવાળીના ચોપડા પૂજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂૂપ ગણી પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે . અને મહાસરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજનમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ. લાભ સવાયા બોલવા મા આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય.અષ્ટ લક્ષ્મીનાં નામ: 1. ૐ શ્રી લક્ષ્મયૈ નમ: 2.ૐ વિદ્યાલક્ષ્મી નમ: 3. ૐ સૌભાગ્ય લક્ષ્મી નમ: 4, ૐ અમૃત લક્ષ્મી નમ: પ. ૐ કામ લક્ષ્મી નમ: 6. ૐ સત્ય લક્ષ્મી નમ: 7. ૐ ભોગ લક્ષ્મી નમ: 8, ૐ યોગ લક્ષ્મી નમ: –
દિપાવલીના શુભ મુહૂર્ત ની યાદી:
આસો વદ-14 ને રવિવાર તા. 08-11-2026 ના દિવસે બપોરે 11-29 કલાકથી અમાસ તિથિ છે. આમ દિપાવલીનું મહત્વ રાત્રીના પ્રદોષ કાળનું ગણાતું હોવાથી રવિવારે પ્રદોષ કાળમાં અમાસ તિથિ હોય દરેક પંચાંગ પ્રમાણે દિપાવલી રવિવારે છે. પ્રદોષકાળ વ્યાપિની મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપૂજન કરવું શુભ છે. દિપાવલીનો પ્રદોષકાળ : સાંજે 06-05 થી 08-36 સુધી છે. સ્થિર વૃષભ લગ્નમાં કુંભ નવમાંશ સાંજે 06-44 થી 07-56 સ્થીર વૃષભ લગ્નમાં સ્થીર વૃષભ નવમાંસ 07-23 થી 07-35 સુધી છે. દિપાવલીનો પ્રદોષકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય પ્રદોષકાળ: વિક્રમ સંવત 2082 આસો વદ 14 ને રવિવાર તા. 08-11-26 બપોરે 11-29 કલાકથી અમાસ તિથિ છે. આથી આ દિવસે દિપાવલી છે. નિશીથ કાળ:- રાત્રે 12-03 થી 12-51 સુધી છે તેમાં પણ પૂજન કરવું શ્રેષ્ઠ સરેરાશ સૌરાષ્ટ્ર ગુજરાત ના સ્ટા. ટાઈમ સવારે 6-56 થી સૂર્યોદય થાય છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ હોરા તથા ચોઘડિયાનો પ્રારંભ સૂર્યોદયથી થાય છે.
દિવાળીના દિવસના તથા રાત્રીના શુભ ચોઘડિયા: દિવસના શુભ ચોઘડિયા સમય ચલ 8-20 થી 09-43, લાભ 9-43 થી 11-07, અમૃત 11-07 થી 12-30, શુભ 1-54 થી 03-18 રાત્રી ના શુભ ચોઘડિયા, શુભ 6-05 થી 07-41, અમૃત 7-41 થી 09-18, ચલ 9-18 થી 10-54, રાત્રે લાભ 2-07 થી 03-44, રાત્રે શુભ 5-20 થી 06-56
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)
