પાડોશી દેશો સામેના યુદ્ધ અને વિગ્રહમાં ભારતનો થશે વિજય : દેશવાસીની આવક અને ભારતીય ઈકોનોમીમાં વધારો અને દેશમાં ધાર્મિક વિગ્રહ થઈ શકે છે
વૈશાખ વદ છઠ્ઠને રવિવાર તા. 18ના રાત્રે 7:20 કલાકે રાહુ ગ્રહ કુંભ રાશીમાં પ્રવેશ કરશે જ્યારેક ેતુ ગ્રહ સિંહ રાશીમાં પ્રવેશ કરશે.
રાહુ ગ્રહ 5 ડિસેમ્બર 2026 સુધી કુંભ રાશીમાં રહેશે જ્યારે કેતુ ગ્રહ 5-12-2026 સુધી સિંહ રાશીમાં રહેશે.
રાહુ ગ્રહના કુંભ રાશીમાં પ્રવેશની સાથે શની+રાહુની શ્રાવિત પુતિપુર્ણ થશે અને થોડી રાહત અનુભવાશે.
ખાસ કરીને રાહુ ગ્રહને માયાવી ગ્રહ ગણવામાં આવે છે. રાહુ ગ્રહમાં ટ્રેડીંગ ટ્રાન્સપોર્ટ સટ્ટો તે ઉપરાંત રાહુ ગ્રહ સારો હોય તો આઘાત્મકનો કારક માનવામાં આવે છે. જન્મ કુંડળીમાં રાહુ સારો હોય તો અચાનક ધન લાભ અપાવે છે. રાહુ ગ્રહ મહાદેવજીની ઉપાસનાથી શાંત થાય છે. જ્યારે કેતુ ગ્રહને ધર્મનો કારક માનવામાં આવે છે. મંદીરમાં ધજામાં કેતુનું સ્થાન ગણવામાં આવે છે.
મેષ રાશી (અ.લ.ઈ.) :- મેષ રાશીના જાતકોને રાહુ લાભ સ્થાન માંથી પસાર થશે જીવનમાં અચાનક લાભ મળી શખે છે. મોટા ભાઈ બહેનો સાથે વિરોધ ભાશ રહી શકે છે. જો જન્મ કુંડળીમાં ગ્રહો સારા હોય તો વાર્ષિક આવકમાં વધારો થાય છે. જ્યારે પાંચમાં સ્થાનેથી કેતુનું ભમ્રણ વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં ખાસ ધ્યાન આપવું જરૂરી પેટમાં ગરમી જન્ય બીમારી થઈ શકે છે. પાચન શક્તિ ઉપર ધ્યાન આપવું.
વૃષભ રાશી (બ.વ.ઉ.) :- વૃષભ રાશીના જાતકોને કુંભનો રાહુ કર્મભુવન માંથી પસાર થશે વ્યાપારમાં વધારો થાય નોકરીમાં પ્રમોશનના યોગ ખરા જ્યારે કેતુનું ભ્રમણ સુખ જીવનમાંથી થતાં ઘરમાં પરિવાર સાથે વાતાવરણ શાંત રાખવું જરૂરી બને ઘરમાં શાંતિથી રહેવું.
મિથુન (ક.છ.ધ.) :- મિથુન રાશીના જાતકોને કુંભનો રાહુ ભાગ્ય ભુવન માંથી પસાર થશે. ધર્મનું આચરણ કરવું વિદેશયાત્રા ધાર્મિક યાત્રાના યોગ ખરા પિતાનું આરોગ્ય સાચવવું ધર્મ પુજાપાઠમાં ધ્યાન આપવાથી સમય સારો જાય સિંહના કેતુનું ભમ્રણ પરાક્રમ ભુવનમાંથી થશે મહેનતનું પુરતુ ફળ મળે પરંતુ નાનાભાઈ-બહેનો સાથે સુમેળ રાખવો જરૂરી.
કર્ક રાશી (ડ.હ.) :- કર્ક રાશીના જાતકોને કુંભનો રાહુ આઠમા સ્થાનેથી પસાર થશે વારસાકિય પ્રશ્ર્નો ઉદ્ભવે વારસાગત વ્યાપાર કરતા હોય તો પુરતો ખ્યાલ રાખવો. વારસાગત બીમારી જેવી કે ડાયાબીટીસ, હોય તો કાબુમાં રાખવું વાહન ધીમે ચલાવવું જ્યારે કર્ક રાશીના જાતકો ને કેતુનું ભમ્રણ ધન ભુવન માંથી પસાર થશે વાણી માં સંયમ રાખવો કુટુંબીક ભાવના જાળવી રાખવી આર્થિક બચતોને વ્યયનો થાય તેનો ખ્યાલ રાખવો ગળામાં ગરમી જન્ય બીમારી થઈ શકે છે.
સિંહ રાશી (મ.ટ.) :- સિંહ રાશીના જાતકોને કુંભનો રાહુ સાતમા સ્થાનેથી પસાર થશે ભાગીદારીના વ્યાપારમાં ખ્યાલ રાખવો લાલચમાં આવવું નહીં દામ્પત્યજીવનમાં ઝઘડો કરવો નહીં જે લોકો વિવાહ ઈચ્છુક છે તેવોને સામેને પાત્ર ગોતવામાં ખ્યાલ રાખવો જરૂરી. સિંહ રાશીના જાતકોને સિંહ નો કેતુ જન્માના ચંદ્ર ઉપરથી પસાર થશે. ગુસ્સા પર કાબુ રાખવો આરોગ્યનું ધ્યાન રાખવું, ખોટા વિચારો આવે વિચારવાયુ થાય ઉંઘમાં ઘટાડો થાય.
ક્ધયા રાશી (પ.ઠ.ણ.) :- ક્ધયા રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે છુપારશત્રુમાં વધારો થાય સાથે શગુનો પુરતો સામનો પણ કરી શકાય નોકરીમાં યોગ્ય રીતે કામ કરવાની પ્રમોશનના યોગ ખરા જ્યારે ક્ધયા રાશીના જાતકોને સિંહ રાશીનો કેતુ વ્યય ભુવન માંથી પસાર થાય ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી કોર્ટ કજીયાથી દૂર રહેવું બારલે કેતુને મોક્ષનો કારક માનવામાં આવે છે. આથીધાર્મિક પૂજા પાઠમાં ધ્યાન આપવું કુળદેવીને ઉપાસના કરવી.
તુલા રાશી (ર.ત.) :- તુલા રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ પાંચમા સ્થાનમાંથી પસાર થાય જો કુંડળીમાં ગ્રહો શુભ હોય તો કુંભ રાશીનો રાહુ શેરબજારમાંથી લાભ આપી શકે છે. જો કે આયોજન પુર્વક શેરબજારમાં રોકાણ કરવું જરૂરી પેટની લેવરની બીમારીનો ખ્યાલ રાખવો અપચાની ફરિયાદ રહે વિદ્યાર્થી વર્ગે આળશ છોડી અભ્યાસ કરવો. જ્યારે તુલા રાશીના જાતકોને સિંહ રાશીનોકેતુ લાભ સ્થાન માંથી પસાર થાય છે. મોટાભાઈ-બહેનો સાથે વાદ વિવાદમાં પડવુ નહીં વ્યાપારમાં યોગ ધ્યાન આપવું નહિતર આવક ઘટાડો થઈ શકે છે.
વૃશ્ર્ચિક રાશી (ન.ય.) :- વૃશ્ર્ચિક રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ ચોથા સ્થાનેથી પસાર થશે. આ દોઢ વર્ષ દરમિયાન ખાસ કરીને ઘર પરિવારજનો સાથે શાંતિ ભર્યુ વાતાવરણ રાખવું વાહન ખાસ સાવચેતી પૂર્વક ચલાવું અકસ્માતની યોગય ખરા નવુ મકાન કેદુકાન જમીન ખરીદવા પહેલા સો વાર વિચારી અને યોગ્ય વ્યક્તિની સલાહ લઈ અનેખરીદી કરવી દગાખોરીના યોગ બની શકે છે. વૃશ્ર્ચિક રાશીના જાતકોને સિંહ રાશીનો કેતુ કર્મ ભુવનમાંથી પસાર થાય છે. વ્યાપારમાં પુરતુ ધ્યાન આપવું કંટાળો રાખવો નહીં જે લોકોને હાર્ડની બિમારી હોય બ્લડ પ્રેસરની બિમારી હોય તેવોએ તેનો યોગ્ય ઈલાજ કરાવો જરૂરી બનશે.
ધન રાશી (ભ.ફ.ધ.) :- ધન રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે જેટલી મહેનત કરશે તેનાથી વધારે લાભ મળી શકે છે. જે લોકોએ નવા વ્યાપારની શરૂઆત કરી હોય તેવોને વધારે લાભ મળી શકે છે. આ સમય દરમિયાન મળી જેટલી મહેનત કરશ તેનાથી થોડો વધારે લાભ મળશે. જ્યારે ધન રાશીના જાતકોને સિંહ રાશીનો કેતુ ભાગ્ય ભુવન માંથી પસાર થશે ધાર્મિક યાત્રા પ્રવાસ થઈ શકે કે અને આ સમય દરમિયાનકુળદેવી સુરાપુરાબાપીની ઉપાસના કરવાથી જીવનમાં લાભ મળે ભાગ્યોદય થાય.
મકર રાશી (ખ.જ.) :- મકર રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ ધન ભુવનમાંથી પસાર થશે વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું સત્યનું આચરણ કરવું જો આ સમય દરમિયાન બચતો ધ્યાન રાખશો તો ભવિષ્યમાં લાભ મળી શકે છે. શરાબ અને વ્યશનોથી દૂર રહેવું નહીતર બીમારી આવી શકે છે. જ્યારે મકર રાશીના જાતકોને સિંહ રાશીનો કેતુ આઠમા સ્થાનેથી પસાર થશે તંગ વિદ્યા માં પડવુ નહીં દૂર રહેવું નહીંતર નુક્શાન થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું વારસાકિય પ્રશ્ર્નો વધારે ગુચવાય શકે છે.
કુંભ રાશી (ગ.શ.સ.) :- કુંભ રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ દેહ ભુવનમાંથી પસાર થશે વિચાર વાયુ રહે આરોગ્યનું પુરતુ ધ્યાન રાખવું માનસીક બીમારીનો સામનો કરવો પડી શકે છે. ખોટા વિચાર કરવા નહીં યોગ્ય નિર્ણય લેવા. કુંભ રાશીના જાતકોને સિંહ રાશીનો રાહુ કેતુ સાતમા સ્થાનેથી પસાર થશે ભાગીદારીના વ્યાપારમાં મતભેદ થઈ શકે છે. સામાજીક કાર્યોમાં યોગ્ય જગ્યાએ સાચી જગ્યાએ સેવા આપવી નહીતર બદનામી થઈ શકે છે. પતી પત્નીના સંબંધોમાં આ દોઢ વર્ષ જો કોઈઝગડા થાય તો થોડુ નમતુ જોળી અને વાત જવાદેવી તેજ સાચો ઉપાય ગણાય.
મીન રાશી (દ.ચ.ક્ષ.થ.) :- મીન રાશીના જાતકોને કુંભ રાશીનો રાહુ ખોટી દોડધામ કરાવે કોર્ટ કજીયામાં પડવુ નહીં કોઈની સાક્ષીમાં પડવુ નહીં દેવુ કરવું નહીં અને રૂપિયા ઉછીના આપવા નહીં. જ્યારે મીન રાશીના જાતકોને સિંહ રાશીનો કેતુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. આરોગ્યનું પુરતુ ખ્યાલ રાખવો ઓપરેશન આવી શકે છે. શત્રુથી સાવચેત રહેવું નકોરીમાં અધિકારી વર્ગ સાથે સુમેળ ભર્યુવાતાવરણ રાખવુ જરૂરી બનશે.ખાસ કરીને કર્ક રાશીના જાતકોને ગોચરનો રાહુ આઠમેથી તથા વૃશ્ર્ચિક રાશીના જાતકોને રાહુ ચોથા સ્થાનેથી પસાર થશે તથા મીન રાશીના જાતકોને રાહુ વ્યય ભુવનમાંથી પસાર થશે. કુંભ રાશીના જાતકોને રાહુ દેહભૂવન માંથી પસાર થશે આમ આ રાશીની જાતકોએ મહાદેવજી ઉપર જળ ત્યાર બાદ કાળા તલ ચડાવી દર મહિને આવતી શિવરાત્રીના દિવશે રૂદ્રાભિષેક કરી શકાય છે. 21 બુધવારના એકટાણા રહેવા કાળા તલનું દાન કરવું. દરરોજ પાંચ માળા ૐનમ: સિવાયના જપ કરવાથી અશુભ રાહુની રાહત રહી શક છે. જ્યારે સિંહ રાશીના જાતકોને દેહ ભૂવનમાંથી કેતુ પસાર થતો હોવાથી મંદિરમાં ધજા ચડાવીનું 21 ગુરૂવારની એકટાણા રહેવા ભારતની રાશી કુંડળી પ્રમાણે રાહુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે લોકોની આવકમાં વધારો થઈ શકે છે. ભારતની ઈકોનોમીમાં વધારો થાય પરાક્રમ ભુવનનો રાહુપાડોશી દેશો સામેના યુદ્ધ અને વિગ્રહ જીતી શકે છે. જ્યારે ભારતની રાશી કુંડળીમાં સિંહ રાશીનો કેતુ ભાગ્ય ભુવનમાંથી પસાર થાય ધાર્મિક વાદવિવાદમાં વધારો થાય ધાર્મિક વિગ્રહ થઈ શકે છે. જે લોકોની જન્મ કુંડળીમાં શનિક રાહુનો શ્રાવિતઘેષ હોય શનિ કે કેતુનો શ્રાવિતદોષ હોય આ સમય દરમિયાન ખાસ સાવચેત રહેવું મહાદેવજીની ઉપાસના કરવી.
