પોરબંદર સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેન પુન: સિકંદરાબાદ સુધી દોડશે
ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર 17માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે આજે હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી અને આવતીકાલે 03 જીએ રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ કરવામા આવી છે.
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુન:વિકાસ કાર્યને કારણે રાજકોટ ડિવિઝન થઈને જતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનને અસ્થાયી રૂૂપે ઉમદાનગર સુધી ચલાવવામાં આવી રહી હતી. હવે આ ટ્રેનને તેના પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન મુજબ સિકંદરાબાદ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 28.10.2025 થી પોરબંદર સ્ટેશનથી દર મંગળવારે 01.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે પરત મુસાફરીમા ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 29.10.2025 થી દર બુધવારે સિકંદરાબાદ સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી બપોરે 15.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 21.50 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
