રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું

  રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા…

 

રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પુત્રએ વખ ઘોળતા પિતાએ પણ વિષપાન કરી લીધુ હતુ.

સજોડે આપઘાતનો પ્રયાસ કરનાર પિતા – પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર કેદારનાથ ગેટ પાસે આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા મયુર રજનીકાંતભાઇ પાટડીયા (ઉ.વ. 43) અને તેના પિતા રજનીકાંતભાઇ બ્રિજલાલ પાટડીયા (ઉ.વ. 71) બપોરના બારેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે ઉંદર – માકડ અને વંદા મારવાની દવા મીક્ષ કરી સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા – પુત્રને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.

પ્રાથમીક પુછપરછમા વિષપાન કરનાર મયુરભાઇ પાટડીયા છેલ્લા 1પ વર્ષથી માનસીક બિમારીમા સપડાયો છે.
બે વર્ષ પહેલા માતા વિલાસબેનનુ હૃદય રોગના હુમલાથી મોત નીપજતા મયુર પાટડીયા ગુમસુમ રહેતો હતો. માનસીક બિમારી અને એકલવાયા જીવનથી કંટાળી મયુર પાટડીયાએ ઝેરી દવા પી લીધી હતી. પુત્રને ઝેરી દવા પીતા જોઇ પિતા રજનીકાંતભાઇ પાટડીયાએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *