સૂર્યનગરમાં બીમારીથી કંટાળી આધેડનો ફાંસો ખાઇ આપઘાત

શહેરના નાનામવા રોડ પર આવેલા સૂર્યનગરમા બીમારીથી કંટાળી આધેડે ગળાફાંસો ખાઇ આપઘા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ…

શહેરના નાનામવા રોડ પર આવેલા સૂર્યનગરમા બીમારીથી કંટાળી આધેડે ગળાફાંસો ખાઇ આપઘા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ નાના મવા રોડ પર સૂર્યનગર શેરી નં.4માં રહેતા જીગ્નેશભાઇ ભાવસિંગભાઇ પરમાર (ઉ.વ.50) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે તેના નાનાભાઇ ઉઠાડવા ઉપર ગયા ત્યારે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ થતા માલવિયા નગર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ બે ભાઇ બે બહેનમાં મોટા હતા. પત્ની હયાત નથી તથા ગળાની બિમારીથી કંટાળી આ પગલું ધરી લીધાનું જાણવા મળ્યુ છે. બિમારી સબબ છ માસની બાળકીનું મોત રામાપીર ચોકડી નજીક પાણીના ટાંકા પાસે રહેતા રજનીકાંત સિંગલની છ માહિનાની બાળકી માહિનું બિમારી સબબ મોત નીપજ્યુ હતુ. અધુરા માસે જન્મ થતા વજન ઓછો હોવાથી બિમાર રહેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *