રાજપાર્કમાં બીમારીથી કંટાળી આધેડનો ફાંસો ખાઇ આપઘાત

જામનગરમાં રાજ પાર્ક શેરી નંબર -3 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા એક બુઝુર્ગે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની…

જામનગરમાં રાજ પાર્ક શેરી નંબર -3 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા એક બુઝુર્ગે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જિલ્લા સેવા સદન -4 નજીક રાજપાર્ક શેરી નંબર -3 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નરેન્દ્રભાઈ હિરજીભાઈ બકરાણીયા નામના 67 વર્ષના બુઝુર્ગ કે જેઓ છેલ્લા સાત વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા.
જેનાથી કંટાળી જઈ આજે સવારે તેઓએ પોતાના ઘેર છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પુત્ર આનંદભાઈ નરેન્દ્રભાઈ બકરાણીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. ડી.જે. રાજ તેમજ સ્ટાફના વી. ડી. રાવલીયા વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *