વીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું…

હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી

જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિરપુરમાં આવેલા ખરાવાડ વિસ્તારમાં રહેતાં અલ્કાબેન નરશીભાઈ ડાભી નામના 60 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી રાત્રીના સમયે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક અલ્કાબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અલ્કાબેન ડાભીએ માનસિક બિમારીથી કંટાળી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં હળવદનાં માલણીયા ગામે રહેતાં લાલાભાઈ દુધાભાઈ નાઈ નામના 45 વર્ષના પ્રૌઢે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *