વીરડા વાજડીમાં ગૃહકંકાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

સાસુ-સસરા ત્રાસ આપતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ શહેરની ભાગોળે આવેલ વિરડા વાજડી ગામે ઘરકંકાસથી કંટાળી દક્ષાબેન સોમૈયા(ઉં. વ. 30)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર…

સાસુ-સસરા ત્રાસ આપતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ

શહેરની ભાગોળે આવેલ વિરડા વાજડી ગામે ઘરકંકાસથી કંટાળી દક્ષાબેન સોમૈયા(ઉં. વ. 30)એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, રાજકોટ નજીક આવેલ વિરડા વાજડી ગામે બસ સ્ટેન્ડથી નજીક ઓરડીમાં રહેતા દક્ષાબેન સુરેશભાઈ સોમૈયા (ઉ.વ.30)એ ગઈકાલે સાંજે 7:45 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
તેમના પતિને જાણ થતા તુરંત 108 માં ફોન કર્યો હતો.

108ના ઇએમટી શ્વેતાબેનએ જોઈ તપાસી દક્ષાબેનને મૃત જાહેર કર્યા હતા અને યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસએ સ્થળ પર પહોંચી જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે, દક્ષાબેનને સંતાન નથી તેમના પતિ સાથે ઝઘડો થતાં આ પગલું ભરી લીધું હતું.તેમજ મૃતકના માવતરે આક્ષેપ કર્યો છે કે દક્ષાબેનને તેમના સાસુ અને સસરા તેઓને માનસિક ત્રાસ આપતા હતા માટે તેમણે પગલું ભરી લીધું હતું.જોકે પોલીસે આ બનાવમાં તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *