દિયર જોઇ જતા જીવ બચી ગયો: સારવારમાં ખસેડાઇ
શહેરના ભયવતીપરામાં જયપ્રકાશનગરમાં ગૃહકલેશથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે દિયર જોઇ જતા તેનો જીવ બચાવી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ જય પ્રકાશનગર મેઇન રોડ પર રહેતા મંજૂલાબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.35) નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો કે, ઘરમાં હાજર તેના દિયર જોઇ જતા તેને બચાવી લઇ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મંજુલાબેને 13વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા છે. તેમના પતિ કલરકામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. ગૃહકલેશથી કંટાળી આ પગલું ભર્યાનુ જાણવા મળ્યુ છે.
