ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ

આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક…

આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત

જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. ગોપાલ ઇટાલિયાની વિધાનસભા જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ છે, તો વળી, હવે કોંગ્રેસ પણ દિલ્હી નેતૃત્વના સહારે ગુજરાતમાં પકડ બનાવવા ગ્રાઉન્ડ પર આવી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની કમાન અમિત ચાવડાને સોંપાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આજે આણંદમાં આવેલા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીને લઇને નવી રણનીતિ ઘડી છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમને ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે, હવે કોઇપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકીટ અંગે નિર્ણય નહીં કરી શકે. જિલ્લા અને શહેર પ્રમુખો ટિકીટ કોને આપવી તે અંગે નિર્ણય કરશે.

રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, શહેર-જિલ્લા પ્રદેશ પ્રમુખ સહિતના મોટા નેતાઓ સાથે ચિંતન શિબિર યોજી હતી, આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠી કઇ રીતે કરવી તે અંગે ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી. રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી આવ્યા છે. ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, હવે કોઈપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે કોઇ નિર્ણય નહીં કરે. આ વાતની જાહેરાત આજે આણંદમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં કરી છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરતાં જણાવ્યુ કે, જિલ્લા અને શહેર પ્રમુખો ટિકિટ કોણે આપવી તે નક્કી કરશે. જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહી જ મળે, જિલ્લા કે શહેર પ્રમુખની સહમતિથી જ ઉમેદવાર નક્કી થશે.

રાહુલ ગાંધીનો આ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ ચૂંટણી સંદેશો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ જણાવ્યુ કે, જે પણ નિર્ણય હોય તે સંગઠનના અભિપ્રાયને મહત્વ આપશે. ચૂંટણી લક્ષી નિર્ણયો સંગઠનના અભિપ્રાય પ્રમાણે જ થશે. આવનારા દિવસોમા જિલ્લા પ્રમુખોની લાંબી બેઠકો થશે. રાહુલ ગાંધી આણંદ પહોંચ્યા છે અને આણંદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ચિંતન શિબિરને ખુલ્લી મુકી હતી. રાહુલ ગાંધી માત્ર જિલ્લા-શહેર પ્રમુખો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. જિલ્લા-શહેર પ્રમુખો, પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના નેતાને જવાબદારી સમજાવશે.

કોંગ્રેસની વિચારધારા, બુથ મેનેજમેન્ટના પાઠ પણ ભણાવશે. જિલ્લા-તાલુકા, શહેર સમિતિને કેવી રીતે મજબૂત કરવી તેની રણનીતિ શીખવશે. ક્યાં મુદ્દા કેવી રીતે ઉઠાવી લોકોને કોંગ્રેસમાં જોડવા તે અંગે માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધી દૂધ ઉત્પાદકો સાથે પણ બેઠક કરશે. દૂધ ઉત્પાદકોની સમસ્યા જાણવા રાહુલ આણંદમાં પહોંચ્યા છે. હાલમાં વિવિધ ડેરીમાં થયેલા વિવાદો અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે. પશુપાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી આંદોલનાત્મક કાર્યક્રમની ચર્ચા કરશે. શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીને મળ્યા હતા. જેણે રાહુલ ગાંધી સામે બળાપો કાઢ્યો હતો. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તમને મળવા બોલાવીશ. કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને પોતાનું કાર્ડ આપ્યું હતુ. ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરને જવાબ આપતા કહ્યું કે, હું તમને મળવા બોલાવીશ. આ મુદ્દે મિતેશ પરમારે કહ્યું કે, ગુજરાતમાં મહેનત કરતા ગરીબ કાર્યકરોને ટિકિટ નથી આપવામાં આવતી. બિલ્ડરો, અમીરોને જ ટિકિટ આપવામાં આવે છે. ગુજરાતમાં 15 વર્ષ પહેલા જ કોંગ્રેસના મુખ્યમંત્રી બની ગયા હોત. પરંતું રાહુલ ગાંધી હવે અમારા જેવા ગરીબ કાર્યકરોને ન્યાય અપાવશે. કોંગ્રેસની ઘોર મોટા નેતાઓએ ખોદી નાંખી છે. આમ, મિતેશ પરમારની વાત સાંભળીને રાહુલ ગૉંધીએ તેમને મળવા બોલાવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *