ધારીના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ શિકારી ઝડપાયા

ધારી ગીર પૂર્વ વન વિભાગે દલખાણીયા રેંજના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન…

ધારી ગીર પૂર્વ વન વિભાગે દલખાણીયા રેંજના દુધાળા ગામેથી શિકાર પ્રવૃત્તિ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કરવામાં આવી હતી. વન વિભાગે પકડાયેલા આરોપીઓ પાસેથી શિકાર કરવાના સાધનો પણ કબજે લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વન્ય પ્રાણી સસલું અને શેમર (હરણ) નો શિકાર થયો હોવાનું જણાયું છે. આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ નિયમો અનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા પકડાયેલા ઈસમોએ અગાઉ કેટલા શિકાર કર્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *