જામનગર નજીક બે વાહનો અથડાતાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજા

જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક ઇકો કાર અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક અને તેના માતા તથા ભાભી…

જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક ઇકો કાર અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક અને તેના માતા તથા ભાભી સહિત ત્રણ વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે. જે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા ઋષિકેશભાઇ મહેશભાઈ જોશી કે જેઓ પોતાની ડી.ડી.- 01 સી. 6007 નંબરની ઇકો કારમાં પોતાના માતા ગૌરીબેન (ઉ.વ. 50) અને મોટાભાભી ક્રિષ્નાબેન (ઉંમર વર્ષ 30) ને બેસાડીને મોટી ગોપ થી જામનગર આવ્યા હતા, અને ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ટી.વાય. 1977 નંબરની સુઝુકી કંપનીની કેરી મોડલની માલવાહક ગાડી ના ચાલકે ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ઈકો કારનો બુકો બોલી ગયો હતો અને માર્ગ પર પડીકું વળીને આડા પડખે થઈ ગઈ હતી. કાર ચાલક રૂૂષિકેશભાઇ તેના માતા ગૌરીબેન તથા ભાભી ક્રિષ્નાબેન ત્રણેયને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 108 નંબરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે રૂૂષિકેશભાઈએ ઉપરોક્ત માલવાહક વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *