જેતપુરના નામચીન બૂટલેગરના દારૂ હેરાફેરીના રેકેટનો પર્દાફાશ, ત્રણ શખ્સોની ધરપકડ

દારૂ પીધેલા ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછમાં તપાસમાં નામચીન બૂટલેગર સહિત 4 ના નામ ખૂલ્યા જેતપુરમા નામચીન બુટલેગરના દારૂની હેરાફેરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી દારૂ પીધેલા…

દારૂ પીધેલા ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછમાં તપાસમાં નામચીન બૂટલેગર સહિત 4 ના નામ ખૂલ્યા

જેતપુરમા નામચીન બુટલેગરના દારૂની હેરાફેરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી દારૂ પીધેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી 45 હજાર રૂપીયાનો મુદામાલ કબજે કરી દારુ પીધેલી હાલતમા 3 શખ્સોને ઝડપી લઇ નામચીન બુટલેગર સહીત 4 ના નામ ખોલ્યા છે.

મળતી વિગતો મુજબ જેતપુર પોલીસે જુનાગઢ રોડ પર અલગ અલગ જગ્યાએ ચેકીંગ દરમ્યાન જેતપુરનાં ઓમ ઉર્ફે ધવલ નરશી બારૈયા , સાવલ વિઠ્ઠલ પાંભર અને વેપારી જય વિનોદ પાંભરને ઝડપી લીધા હતા જેમા ઓમ ઉર્ફે ધવલ પાસેથી દારૂની એક બોટલ તથા મોટર સાયકલ અને રોકડ તેમજ સાવન વિઠ્ઠલ પાંભર અને જય વિનોદ પાંભર કે જે દારૂનુ વેચાણ કરતા હોય તેવુ તપાસમા ખુલતા પોલીસે દરોડો પાડી સાવન પાંભર અને જય પાંભરને પણ દારૂ અને બીયર સાથે ઝડપી લીધા હતા.

આ બંને પણ પીધેલી હાલતમા મળી આવ્યા હતા . આ ત્રણેયની પુછપરછમા દારૂ અને બીયર નામચીન અનીલ ઉર્ફે ડબલી મનસુખ બારૈયાનાં કહેવાથી જેતપુરનાં મતવા શેરીમા રહેતા નામચીન ઇભલો આ દારૂ સપ્લાય કરતો હોવાનુ ખુલ્યુ હતુ . તે દરમ્યાન વધુ તપાસમા આ દારુની હેરાફેરીમા નામચીન અનીલ ઉર્ફે ડબલી બારૈયા સાથે રાજુ તેમજ ઇભલો અને અન્ય એક રાજુ નામનો શખ્સ મળી 4 શખ્સોનાં નામ ખુલ્યા હતા . પોલીસે દારૂ પીધેલી હાલતમા ઝડપી પાડેલા ત્રણેય શખ્સો પાસેથી દારૂ-બીયર સહીત રૂ. 45000 નો મુદામાલ કબજે કર્યો હતો.

નામચીન અનીલ ઉર્ફે ડબલી જેતપુરમા દારૂનુ મોટુ નેટવર્ક ચલાવતો હોય તેની પાસેથી દારૂ મેળવીને ઇભલો તેમજ રાજુ સહીતનાં શખ્સો જેતપુરમા બેફામ દારૂનો વેપલો કરતા હોય ત્યારે આ દારૂનાં નેટવર્કને તોડી પાડવા પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સો સાથે અનીલ ઉર્ફે ડબલી, ઇભલો તથા રાજુ સહીતનાં ચારેય શખ્સોનાં નામ ખોલી તેનાં વિરુધ્ધ ગુનો નોંધ્યો છે . હાલ આ ચારેય ફરાર હોય તેની શોધખોળ શરુ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *