થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ

સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજી ટીમના કાનાભાઈ સાબંડ અને મુનાભાઈ સહિતના સ્ટાફે થાનગઢના જામવાળી પાસેથી રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર (રહે. સાકરીયા શેરી, થાનગઢ)ને એક હાથ બનાવટની પિસ્તોલ, તમંચો અને બે કારતૂસ સાથે પકડ્યો હતો. તેની પાસેથી 30,200 રૂૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આ જ સ્થળેથી રાજુ કાળુભાઈ પરમાર (રહે. ગ્રામલક્ષ્મી સોસાયટી, થાનગઢ)ને 5,000 રૂૂપિયાના દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લેવાયો હતો. રૂૂપાવટી ગામ પાસેથી મેલુ પુનાભાઈ પરમાર (રહે. રૂૂપાવટી)ને પકડ્યો હતો.

તેની પાસેથી પણ હાથ બનાવટની પિસ્તોલ, તમંચો અને બે કારતૂસ સહિત 30,200 રૂૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેમણે આ ગેરકાયદેસર હથિયારો બે વર્ષ પહેલા થાનગઢના મેહુલ ઉર્ફે ટેણો અમરાભાઈ પરમાર પાસેથી વેચાણથી લીધા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રૂૂપાવટીનો મેલુ પરમાર અને થાનગઢનો મેહુલ પરમાર કાકા-ભત્રીજા થાય છે.
પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. હથિયારો પૂરા પાડનાર મેહુલ પરમારને ઝડપી પાડવા માટે થાનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *