વહેલી સવારે બનાવ બનતા પોલીસ દોડતી થઇ
ગોંડલ નાં માંડવીચોક પોલીસ ચોકી સામે ગત સવારે ત્રણ વ્યક્તિઓ એ ગૃહમંત્રી અમીત શાહ નાં પુતળાનું દહન કરતા પોલીસ દોડતી થઇ હતી.
અને ભગવતપરા માં રહેતા ત્રણ વ્યક્તિઓ ની ગુન્હો નોંધી અટકાયત કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ ગત સવારે સાડાદસ નાં સુમારે માંડવીચોક માં ગોરાભાઇ નારણભાઇ સરવૈયા, નીતિનભાઈ બાવનજીભ઼ઇ સાંડપા તથા મનોજભાઇ સુરેશભાઈ પરમારે અમીત શાહ ની ટિપ્પણીનાં વિરોધ માં પુતળા દહન કર્યુ હતુ.
જ્યાં પુતળા દહન કરાયુ તેના થોડા અંતરે પોલીસ ચોકી આવેલીછે.અલબત પોલીસચોકી મોટાભાગે બંધ રહેતી હોય છે.પુતળા દહનથી પોલીસમાં દોડાદોડી થઇ પડી હતી.બાદ માં પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી અટકાયત કરી હતી.પોલીસ સુત્રોએ જણાવ્યુ કે પુતળા દહન પોલીસ ની જાણ બહાર કરાયુ હતુ.