હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. મવડીમાં ઓમનગરમા રહેતા વૃદ્ધ મિત્ર સાથે થાન નજીક માતાજીના દર્શન કરી ઘરે આવતા જ ઢળી પડયા હતા. જયારે કોટેચા ચોક નજીક નેપાળી ચોકીદાર અને મનહર સોસાયટીમાં પ્રૌઢનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતુ.

જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં 40 ફૂટ રોડ પર આવેલા ઓમનગર રહેતા નરેન્દ્રભાઇ શંકરપ્રસાદ ઓઝા (ઉ.વ.74)નામના વૃદ્ધ ગઇકાલે તેમના મિત્ર સાથે થાન નજીક માતાજીના દર્શન કરવા ગયા હતા. જયાથી રાત્રે પરત ઘરે આવ્યા ત્યારે જ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હોવાનુ અને મનપાના નિવૃત કર્મચારી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

બીજા બનાવમાં કોટેચા ચોક નજીક નાગરિક બેંક પાસે યુનિટી કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતા અને ત્યાની રૂમમાં રહેત નેપાળી ગગનસિંગ પોમલેભાઇ ટમટા (ઉ.વ.50) નામના પ્રૈઢ પોતાની રૂમ ઉપર હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમન મૃત્યુ નિપજ્ય હુત. પ્રાથમિક તપાસમાં તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તબીબો દ્વારા હાર્ટએટેકથી મોત થયાનુ જણાવાયુ હતુ.

જયારે ત્રીજા બનાવમાં ભાવનગર રોડ પર મનહરપરા શેરીનં.10માં રહેતા મેહુલભાઇ આલાભાઇ નાટડા (ઉ.વ.48) નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે હૃદરરોગનો હુમલો આવતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ મૃત્યુ નીપજ્યુ હતુ. મૃતક બેભાઇ મોટા અને છુટક મંજુરી કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *