ત્યકતાના ચારિત્ર્ય પર શંકા કરી પૂર્વ નણંદ સહિત ત્રણ શખ્સનો પાઈપથી હુમલો

શહેરની ભાગોળે આવેલા મહિકા ગામે રહેતી ત્યકતા કાળીપાટ નજીક હતી ત્યારે પૂર્વ નણંદ તેના પુત્ર અને તેના જમાઈએ ચારિત્ર્ય પર શંકા કરી પાઈપ વડે માર…

શહેરની ભાગોળે આવેલા મહિકા ગામે રહેતી ત્યકતા કાળીપાટ નજીક હતી ત્યારે પૂર્વ નણંદ તેના પુત્ર અને તેના જમાઈએ ચારિત્ર્ય પર શંકા કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના મહિકા ગામે રહેતી લાભુબેન પ્રવિણભાઈ વાઘેલા નામની 35 વર્ષની મહિલા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કાળીપાટ પાસે હતી ત્યારે જસીબેન મુકેશભાઈ તેના પુત્ર દીપાભાઈ મુકેશભાઈ અને તેના જમાઈ રવિએ ઝઘડો કરી પથ્થર અને પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં લાભુબેનના 10 વર્ષ પહેલા છુટાછેડા થઈ ગયા બાદ બે પુત્રો સાથે જીંદગી જીવી રહી છે. પૂર્વ નણંદ જસીબેને ‘તું મારા ભાઈ સંજય મોરવાડીયાને સાચવીને બેઠી છો, અને તું તેને દારૂ પીવડાવે છે’ તેઓ આક્ષેપ મુકી હુમલો કર્યો હોવાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *