શહેરમાં આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં માતા-પુત્ર ઉ5ર નજીવા પ્રશ્ર્ને મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા વડ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજી વસાહતમાં આવેલા આંબેડકરનગરમાં રહેતા કિશન પુંજાભાઇ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે પાસે હતો. ત્યારે પ્રકાશ ચાવડા અને વૈશાલીબેન ચાવડા સહિતના ત્રણ શખ્સોેએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પુત્રને બચાવવા વચ્ચે પટેલા ચંપાબેન પરમાર (ઉ.વ.54)ને પણ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉ5રાંત બીજા બનાવમાં કોઠારિયા મેઇન રોડ પર રહેતા હીતુ ચન્નાભાઇ ચૌહાણ (ઉ.વ.30)પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના સમયે તેના ભાઇ પ્રવિણ ચૌહાણે પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
