જામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજ સિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં…

જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજ સિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી યુવાન પંડિત નહેરુ માર્ગ પર એક પાનની દુકાને પાન ખાવા માટે ગયો હતો, ત્યાં ત્રણેય શખ્સોએ તેની સાથે તકરાર કર્યા બાદ લોખંડ ના પાઇપ અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને સીટી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *