એસ.આર.પી.કેમ્પ પાસે બાઈક અકસ્માતમાં મારવાડી યુનિવર્સિટીના ત્રણ છાત્ર ઘવાયા

શહેરમાં મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતાં ત્રણ યુવાનો પોતાનું સ્કુટર લઈ વહેલી સવારે ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત…

શહેરમાં મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીમાં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતાં ત્રણ યુવાનો પોતાનું સ્કુટર લઈ વહેલી સવારે ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા ત્રણે વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં જોયો જોસેફ (ઉ.35) અને અન્ય બે વ્યક્તિ વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી સ્કુટર લઈને પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય છાત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારા ખાતે રહેતાં નવઘણ દાદુભાઈ ચૌહાણ (ઉ.20) અને આકાશ દેવાભાઈ સરાણીયા (ઉ.25) બપોરના સમયે મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે કાર લઈને જઈ રહ્યા હતાં ત્યારે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં બન્ને યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *