મોરબી પંથકમાં અપમૃત્યુની ત્રણ ઘટના; યુવાન સહિત ત્રણના મોત

મોરબી અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત નીપજ્યા હતા. એક આધેડે ગળેફાંસો ખાઈને તો અન્ય આધેડે ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યું…

મોરબી અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત નીપજ્યા હતા. એક આધેડે ગળેફાંસો ખાઈને તો અન્ય આધેડે ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યું હતુ.

પ્રથમ બનાવ મુજબ સાપર ગામની સીમમાં સાપર ગાળા રોડ લોડસ માઇક્રોન સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા શરીફભાઇ સકુરભાઇ અંસારી ઉ.વ.41એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

જ્યારે બીજા બનાવમાં ટંકારાના સરયા ગામે ઘર કંકાસથી કંટાળીને શામજીભાઈ નારણભાઈ ઢેઢી ઉ.વ-55 એ ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ત્રીજા બનાવમાં મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામની સીમમાં વિનઆર્ટ પેકેજીંગમાં નોકરી કરતા ગોપીન્દ્ર પદમ બડુવાલ (ઉ.વ.35) નામના યુવાનને ગત તા. 16 ના રોજ કોઈ કારણોસર શરીરે અને જમણા હાથમાં અને ગાલમાં છોલછાલ જેવી ઈજા થઇ હતી જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *