ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા સસલા મોર સહિતના પશુપંખી નો શિકાર થતોરહેછે.જેમાં આજે ફોરેસ્ટકર્મીઓને બાતમી મળીહતી કે દિહોર નજીક આવેલ ભારોલી ના ડુંગરોમા સસલા નો શિકાર કરવા ત્રણ શિકારીઓ ફરીરહ્યાછે.જેને લઈ ફોરેસ્ટની ટીમે સ્થળપર દોડીજઇ ને શિકારીઓ શિકાર કરેતે પહેલાજ દબોચી લીધાહતા.રોકડ દંડ વસુલ્યોહતો.
ફોરેસ્ટર ઇન્દુભા ગોહિલ પાસેથી મળતી વિગતો મુજબ હમીપરા ગામના શૈલેષ પરમાર,અરજણ મકવાણા,દિપક મકવાણા ભારોલી ગામના ડુંગરોમા સસલા ના શિકાર માટે શિકાર કરવાના સાધનોસાથે ફરીરહ્યા છે.આ બાતમીના આધારે વનયજીવ રેન્જના તમામકર્મીઓ ની ટીમ બનાવી તાત્કાલિક શિકારીઓને ઝબ્બે કરવા ઓપરેશન હાથધર્યું હતું.
સંયુક્ત રીતે હાથ ધરાયેલ ઓપરેશનમા શિકારીઓ શિકાર કરેતે પહેલાંજ ફોરેસ્ટ ની ટીમના હાથે ઝડપાઇગયા હતા.ફોરેસ્ટ ની પૂછપરછમા આરોપીઓએકબુલ્યું હતુંકે અગાઉ બે વખત શિકાર કરેલહતો.રૂૂ.30000/- નો રોડક દંડવસુલવામાં આવ્યોહતો.
શિકારીઓ વિશે બાતમી આપવા અપીલ
વન્યજીવો નું રક્ષણ કરવું એ માનવીય રીતે દરેક વ્યક્તિ ની ફરજ છે.તળાજા પંથકમાં થતા શિકારને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા આમ જનતા ને અપીલ કરવામા આવીછેકે શિકાર અને શિકારી બાબતે કોઈપણ બાબત ની જાણકારી હોય તો પશુઓને બચાવવા માટે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક માહિતી આપવામા આવે.
