મોરબી નજીક ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા, એક લાપતા

મોરબીના રફાળીયા મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેળામાંથી પરત ફરતી વખતે ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી…

મોરબીના રફાળીયા મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેળામાંથી પરત ફરતી વખતે ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી જતા ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, મૂળ નવાગામના વતની અને હાલ મોરબીમાં જેલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા સાહીલ દીપકભાઈ સોલંકી અને તેના મિત્રો રફાળીયા મેળામાં ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે ત્રણ મિત્રો ડેમમાં ન્હાવા પડ્યા હતા. જેમાં સાહીલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ધટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ બોટ અને જરૂૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચીને સાહીલની શોધખોળ હાથ ધરી છે.

કારખાનામાં પટકાતા મોત
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લુકાસો સિરામિક કારખાનામાં ઊંચાઈએથી પટકાતા શ્રમિક વિક્રમભાઈ પાટડીયાના મોત મામલે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગત રાત્રિએ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસને કડક સૂચના આપી હતી.

ઘટનાની વિગતો મુજબ 11 ફેબ્રુઆરીના રોજ લુકાસો સિરામિકમાં રાત્રિના અંધારામાં અને પૂરતા સુરક્ષા સાધનો વગર જોખમી રીતે કેંચી કટિંગનું કામ કરાવતી વખતે 25 ફૂટની ઊંચાઈએથી પડતા વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે 14 ફેબ્રુઆરીએ કારખાનાના માલિક અંબારામભાઈ અને જીતેન્દ્રભાઈ સહિત જયદીપ, હિરેન અને ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ પીઆઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે તો તેઓ આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવશે. ધારાસભ્યએ પેનલ પીએમ અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, કારણ કે આરોપીઓએ શરૂૂઆતમાં આ ઘટનાને માત્ર અકસ્માત ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *