મધ્યપ્રદેશથી ગુમ થયેલ ત્રણ બાળકો અને માતા ભાયાવદરના વડેખણથી મળ્યા

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડેખણ ગામેથી મધ્યપ્રદેશ રાજયના બુધની પોલીસ સ્ટેશનમાંથી અપહરણ થયેલ ત્રણ સગીર વયના બાળકો તથા તેની માતાને ભાયાવદર પોલીસે શોધી કાઢી પરિવાર…

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડેખણ ગામેથી મધ્યપ્રદેશ રાજયના બુધની પોલીસ સ્ટેશનમાંથી અપહરણ થયેલ ત્રણ સગીર વયના બાળકો તથા તેની માતાને ભાયાવદર પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ સાથે જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી વિભાગ ધોરાજીના ડીવાયએસપી સીમરન ભારદ્રાજ દ્વારા અપહરણ જેવા ગંભીર ગુનાના કેસની તપાસ કરી આરોપીઓને પકડી પાડવા તથા ભોગ બનનારને શોધી કાઢવાની સુચના આપેલ હોય જે અનુસંધાને અમો ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના વડેખણ ગામેથી ઇ ગુજકોપની મદદથી તપાસ કરતા મધ્યપ્રદેશ રાજયના બુધની પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ અપહરણ તથા ગુમ થવાના કેસમાં સગીર વયની ત્રણ બાળકો અને ગુમથનાર તેની માતા બુધની ગોંડી મોહલ્લાની કાલીબાઇ રાજ ભીલાલાને શોધી કાઢી પરિવારને સોપ્યા હતા. ભાયાવદર પોલીસ મથકના પી.આઈ વી.સી.પરમાર સાથે રોહિતભાઇ હાજાભાઇ વાઢેળ, મહેશભાઇ મખાભાઇ ગમારા, હિમાંશુભાઇ દેવાભાઇ હુણ, શક્તિસિંહ વિક્રમસિંહ જાડેજા, અજયભાઇ બાબુભાઇ સોરઠીયા, સત્યપાલસિંહ બળદેવસિંહ જાડેજા અને જયશ્રીબેન ગાંડાભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *