ફાયરિંગ પ્રકરણમાં ફરાર મરઘા ગેંગના સુત્રધાર સહિત ત્રણ ઝડપાયા

છેલ્લા 13 દિવસથી પોલીસને ચકમો આપનાર સુત્રધારને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને મળેલી સફળતા મરઘા ગેંગના ફરાર પાંચ સાગ્રીતોને પકડવા રાજકોટ પોલીસની ટીમની તપાસ યથાવત શહેરમાં…

છેલ્લા 13 દિવસથી પોલીસને ચકમો આપનાર સુત્રધારને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને મળેલી સફળતા

મરઘા ગેંગના ફરાર પાંચ સાગ્રીતોને પકડવા રાજકોટ પોલીસની ટીમની તપાસ યથાવત

શહેરમાં મંગળા રોડ પર 13 દિવસ પૂર્વે મરઘા અને પેંડા ગેંગન વચ્ચે થયેલા અંધાધુધ ફાયરીંગના બનાવમાં પેંડા ગેંગના સુત્રધાર સહીતની ધરપકડ કરાયા બાદ આ બનાવમાં ફરાર મરઘા ગેંગના સુત્રધાર સહીતનાને પકડવા રાજકોટ પોલીસની અલગ અલગ ટીમોએ રાજકોટ તેમજ ગુજરાત બહારના રાજયોમાં તપાસ કરી રહી હતી જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમને મરધા ગેંગના સુત્રધાર સહીત ત્રણને ઝડપી લેવામ સફળતા મળી છે. જયારે મુરધા ગેંગના અન્ય પાંચ સાગરીતો હજુ ફરાર હોય તેને પકડી લેવા પોલીસે તપાસ ચાલુ રાખી છે.

ફાયરીંગ મામલે પોલીસે પેંડાના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી સહિતને ઝડપી લીધા બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાને ઝડપી લીધા છે. પકડાયેલ ત્રણેયની ક્રાઈમ બ્રાંચમાં આગવી ઢબે સરભરા કરી પોલીસે ખાખીનો અસલી રંગ દેખાડતા મરઘા ગેંગના સુત્રધાર સહિતની ત્રિપુટીના પેન્ટ ભીના થઇ ગયા હતા.

છેલ્લા 13 દિવસથી ફરાર મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો શાહનવાજ અને સોહીલે ક્યાં ક્યાં આશરો મેળવ્યો
તેમજ આશરો આપનાર અને હથિયાર સપ્લાય કરનાર મામલે પણ પોલીસે તપાસ કરી આ બનાવમાં હજુ ફરાર મરઘા ગેંગના અન્ય પાંચ સાગરીતોને ઝડપી લેવા તપાસ ચાલુ રાખી છે.

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી.બસીયામાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા,એ.એસ.ગરચર, સી.બી.જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર Sogના સકંજામાં
ફાયરીંગમાં સંડોવાયેલી પેંડા ગેંગ ભયલુને પિસ્તોલ સપ્લાય કરનાર લક્ષ્મીવાડી શેરી નં.7/16 કોર્નર પર રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતાં સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું નામ ખૂલતા તેને પણ એસઓજીએ ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તે અંગે ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કરી તેની આ ગુનામાં ધરપકડ કરી હતી. સંજયસિંહની પુછપરછમાં તેને ઋતુરાજ નામના શખ્સે આ હથીયાર સપ્લાય કર્યાનું ખુલ્યું હતું જે મામલે એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા ને તેમની ટીમ તપાસ કરી રહી હોય સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને હથીયાર સપ્લાય કરનાર ઋતુરાજને એસઓજીએ સકંજામાં લીધો છે.

મહાનગરપાલિકાના આવાસોમાં કબજો કરનાર ગેંગની મિલકતો ટાંચમાં લેવા તખ્તો તૈયાર
મંગળા મેઇન રોડ પર અંધાધૂંધ ફાયરિંગ ભય ફેલાવનાર પેંડા અને મૂર્ગા ગેંગના સભ્યો સામે ક્રાઇમ બ્રાંચે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી શરુ કરી છે. જેમાં પેંડા ગેંગના 17 પાડાઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હોય સમગ્ર મામલે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એસીપી બી.બી.બસીયામાં માર્ગદર્શન ગેંગ દ્વારા આચરવામાં આવેલ ગંભીર ગુનાઓની ફેર તપાસ કરવામાં આવતા આ બન્ને ગેંગ દ્વારા મહાનગરપાલિકાના આવસા યોજનાના ક્વાટર્સમાં કબજો કર્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા હવે આ ટોળકીની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ ગેંગ સામે હત્યા, હત્યાની કોશિષ, સરાજાહેર ફાયરિંગ, પ્રાણઘાતક હથિયારો વડે સરાજાહેર હુમલા, બળજબરીથી મિલકત પડાવી લેવી, તોડફોડ, ધાકધમકી, ગેરકાયદે હથિયાર, દારૂૂ અને ડ્રગ્સનું વેચાણ, છેડતી, ગેંગરેપ, સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય, લૂંટ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે ત્યારે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બન્ને ગેંગની ક્રાઈમ કુંડળી કાઢી ગેંગને નેસ્તો નાબુદ કરવાની તૈયારી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *