ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો

4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…

4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટ જિલ્લા એસપીની સૂચના અને DYSP કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ શહેર અ અને B ડિવિઝન PI જે.પી. રાવ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેલ્વે સ્ટેશન નજીક આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 11 માં દરોડો પાડ્યો હતો. આ ફ્લેટ મારામારીના ગુનાના મુખ્ય આરોપી ભગરાજસિંહ ઉર્ફે બીટુ રઘુવીરસિંહ જાડેજાનો હોવાનું જાણવા મળ્યું છે.

તલાશી દરમિયાન પોલીસને ફ્લેટમાંથી જોની વોકર બ્લેક લેબલની મોંઘી બોટલો, બડવાઈઝર મેગ્નમ બિયરના ટીન પોલીસે કુલ રૂૂ. 7,826 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ અને ઇગજજ ની નવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ શખ્સો વિવેક ઉર્ફે બંટી ભરતભાઈ જોષી (ઉં. 31) – (ઘટનાસ્થળેથી ઝડપાયો), કેતન લલિતભાઈ શાહ, કરણ અરવિંદભાઈ સાદરાણી ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી બીટુ જાડેજા હાલ પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગોંડલ પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *