બે મિત્રો પાસેથી એક્ટિવા-મોબાઇલ લૂંટી લેનાર ત્રણ ઝડપાયા

હાથીખાનામાંથી જમવાનું લઇ જઇ રહેલા બે મિત્રોને છરી બતાવી બે સગીર સહિત 3 શખ્સોએ બેફામ માર માર્યો હતો બેડીનાકા ટાવર પાસે મરચા પીઠ દાવલશા પીરની…

હાથીખાનામાંથી જમવાનું લઇ જઇ રહેલા બે મિત્રોને છરી બતાવી બે સગીર સહિત 3 શખ્સોએ બેફામ માર માર્યો હતો

બેડીનાકા ટાવર પાસે મરચા પીઠ દાવલશા પીરની દરગાહ નજીક રહેતા મારફત શેખ રહસનશેખ (ઉ.વ. ર0 ) અને તેમનાં મિત્ર મીરાજુલ શેખ હાથીખાનામાથી પોતાનાં ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે આજી નદીનાં કાઠે આવેલા કપીલા હનુમાન પાસે 3 શખસોએ આંતરી છરી બતાવી મોબાઇલ અને એકિટવાની લુંટ ચલાવી બેફામ માર માર્યો હતો. આ ઘટનામા એ ડીવીઝન પોલીસમા ફરીયાદ નોંધવામા આવી હતી . આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લઇ બે સગીર સહીત 3 શખ્સોને પોલીસે ઝડપી તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.

મળતી વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમા બનેલી લુંટની ઘટનાનાં આરોપીઓને પકડવા માટે એ ડીવીઝન પોલીસ સહીતની ટીમો તપાસ ચલાવી રહી હતી ત્યારે એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર અને એલસીબી ઝોન ર ની ટીમનાં પીએસઆઇ આર એચ. ઝાલાની ટીમનાં ધર્મરાજસિંહ ઝાલા, રાજેશભાઇ મિયાત્રા, શકિતસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા અને એ ડીવીઝનનાં પીએસઆઇ એસ એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહીલ, મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કરણભાઇ વીરસોડીયા, અને કનુભાઇ બસીયા સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે રામનાથપરા જુની જેલ પાસેથી એક શખ્સને ચોરાઉ મોબાઇલ અને એકિટવા સાથે રોકતા આ આરોપી પાસેથી મોબાઇલ અને એકટીવાનાં કાગળો માગતા તેમણે જવાબ આપ્યો ન હતો અને તેને પોલીસ સ્ટેશને લઇ જઇ શખત પુછપરછ કરતા આરોપીએ કપીલા હનુમાન પાસેથી બે મિત્રોને લુંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી.

આ ઘટનામા પોલીસે ભગવતીપરા બંધુલીલા સ્કુલ પાસેથી શેરી રપ વારીયા માથી નવાબ સીકંદરભાઇ પઢીયાર અને તેની સાથેનાં બે સાગ્રીતને સકંજામા લઇ બે એકિટવા અને એક મોબાઇલ સહીત રૂ. 70 હજારનો મુદામાલ જપ્ત કરી લુટનાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *