રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે આવેલા લોધેશ્ર્વર મેઇન રોડ પર જાહેરમા જુગાર રમતા એક મહીલા સહીત 3 ને 1ર હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વધુ વિગતો મુજબ માલવીયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજયભાઇ વીકમા, ભાવેશભાઇ ગઢવી સહીતનો સ્ટાફ પીડીએમ કોલેજ પાસે લોધેશ્ર્વર મેઇન રોડ પર પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા બાબુ અમૃતભાઇ પવાર, વિશાલ મનસુખભાઇ સરવૈયા, વિજયાબેન ગુમાનસિંહ જરીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડા રૂ. 1રપ00 જપ્ત કરવામા આવ્યા હતા.
