ધ્રાંગધ્રા શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન માથાકૂટ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોલીપરા વિસ્તારમાં રાત્રિના સમયે દાંડિયા રાસના કાર્યક્રમમાં મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ કરતા ત્રણ શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક યુવકને ઈજા થઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.રાત્રિના સમયે દાંડિયા રાસ ચાલી રહ્યો હતો ત્યારે ત્રણ શખ્સો મહિલાઓ જ્યાં ગરબા રમતી હતી તેની બાજુમાં જઈ ગરબે રમવા લાગ્યા હતા.
એક વ્યક્તિએ તેમને મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ કરતા, ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને માથાકૂટ શરૂૂ કરી હતી.માથાકૂટ દરમિયાન, આરોપીઓએ છૂટા પથ્થરના ઘા કર્યા હતા, જેના કારણે એક વ્યક્તિનેે માથાના ભાગે ઈજા થઈ હતી.
આ હુમલામાં રસુલ ઉર્ફે ડાડો રામહેમનભાઈ મોવર, હસન અકબરભાઈ મોવર અને અમલો દાઉદભાઈ મોવર નામના ત્રણ શખ્સો સામેલ હતા.ઈજાગ્રસ્તે આ બનાવ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી અને ટૂંકા સમયમાં જ તેમને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
