આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કાર્યવાહી, રોગચાળો કાબુમાં, મચ્છર ઉત્પત્તિ સબબ 158 આસામીઓને નોટિસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી દરમિયાન જાહેર કરેલ રિપોર્ટ મુજબ રોગચાળો કાબુમાં હોવાનુ અને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઇ 972 કલોરીન ટેસ્ટ કર્યા હતા. જયારે રોગચાળાના આકડા મુજબ ડેન્ગ્યુ -1, શરદી-ઉઘસર 916, સામાન્ય તાવ 727, ઝાડા-ઉલ્ટી-173 અને કમળાના નવા 2 કેસ નોંધાતા મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ 158 આસામીઓેેને નોટિસ ફટકારવામાં આવી હતી.
પાણીજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 13865 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 380 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 327 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 120 અને કોર્મશીયલ 38 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
