મનપાની શાળાના 2767 વિદ્યાર્થીઓ અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઇ

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની સરકારી પ્રાથમિક શાળાઓમા ફાયર એન્ડ સેફ્ટિ,પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મનેજમેન્ટ અંગે દરરોજ પાંચ શાળાઓમા વિધાર્થીઓ અને શિક્ષકોને તાલિમો…

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાની સરકારી પ્રાથમિક શાળાઓમા ફાયર એન્ડ સેફ્ટિ,પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મનેજમેન્ટ અંગે દરરોજ પાંચ શાળાઓમા વિધાર્થીઓ અને શિક્ષકોને તાલિમો આપવામા આવી. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગરના ઉપક્રમે શાળા સલામતી સપ્તાહ-2026 અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમા તારીખ.27-01 થી તારીખ.31-01 દરમીયાન રોજ પાંચ શાળાઓમા આપત્તિ વિશે તાલિમો આપવામા આવી હતી.

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અક્સ્માત,દુર્ઘટના કે કુદરતી આફત કે માનવ સર્જિત આફતોના સમયે ત્વરીત ક્યા પગલા લેવા જોઇએ તથા ઇજાગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે અંગે વિધાર્થીઓ તથા શિક્ષકોને તાલીમો આપવામા આવી હતી. રાજકોટ શહેરમા આવેલ સરકારી પ્રાથમીક શાળાઓમા કુલ વિધાર્થીઓ 2767 અને 151 શિક્ષકોને પ્રાથમિક સારવાર ફાયર એન્ડ સેફ્ટિ ડેમોસ્ટ્રેશન તથા પૂર, ભૂકંપ, વાવાઝોડુ, સુનામી, આગ જેવી આપત્તિઓ દરમિયાન ધ્યાનમા રાખવાની બાબતો અંગે વિડિયો,પ્રેક્ટિકલ અને ડેમોસ્ટ્રેશન કરી તાલીમો આપવામા આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કિશોરસિંહજી શાળા નં-1, બાવાજીરાજ પ્રાથમિક શાળા નં-04, ઝવેરચંદ મેઘાણી શાળા નં-8, મહાત્મા ગાંધી શાળા નં-11, લાલ બહાદુર શાળા નં-14, મંગલપાંડે શાળા નં-17, જે.જે.પાઠકશાળા નં-19, શુભાઝ્ચંદ્ર બોઝ શાળા નં-20બી, એનીબેસંટ શાળા નં-28, વિરલાલા હરદયાળ શાળા નં-40, અકબરી શાળા નં-47, સમ્રાટ અશોક શાળા નં-49, લોક્માન્ય ટીલક શાળા નં-46, શાણક્ય શાળા નં-56, અહલ્યાબાઇહોલકર શાળા નં-57, ચંદ્ર શેખરઆઝાદ શાળા નં-62, સર્વપલ્લી રાધાક્રુશ્ન શાળા નં-63, રવિંદ્રનાથ ટાગોર શાળા નં-64, પંડિત દિનદયાળ ઉપાધ્યાય શાળા નં-65, જંગ્લેશ્વર શાળા નં-70, સ્વામી વિવેકાનંદ શાળા નં-72, મહાત્મા જ્યોતિબાફુલે શાળા નં-77,પ્રાથમિક શાળા નં-81, જિવરાજ મહેતા શાળા નં-89બી, પ્રિયદર્શિની શાળા નં-96બી તાલીમો આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *